પરિચય

સંશોધન હેતુ માટે માહિતી એકત્રિત કરવા માટેના બે અભિગમો છે-ગુણાત્મક અને સંખ્યાત્મક. સંશોધનની શરૂઆત પ્રાકૃતિક વિજ્ઞાનથી થઇ છે.જેવા કે જીવશાસ્ત્ર,કેમેસ્ટ્રી,ફીઝીક્સ,જુઓલોજી વગેરે. તેને આપણે જે વસ્તુઓનું નિરિક્ષણ કરી શકીએ છીએ એને કોઈક રીતે માપી શકીએ છીએ તેની તપાસ સાથે નિસ્બત છે.આવા નિરિક્ષણો અને માપનકાર્ય બીજા સંશોધકો દ્વારા વસ્તુનીષ્ઠ્તા સાથે  ફરીથી થઇ શકે છે. આ પ્રક્રિયાને સંખ્યાત્મક સંશોધન કહી શકાય.

પ્રાકૃતિક વિજ્ઞાન પછી ઘણા સમય બાદ સામાજિક વિજ્ઞાનોમાં સંશોધકોએ કામ શરુ કર્યું હતું. જેમાં મનોવિજ્ઞાન,સમાજશાસ્ત્ર,માનવશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. તેઓ માનવ વર્તન અને સામાજિક જગતમાં રહેતા માનવજાતનો અભ્યાસ કરવાનો હેતુ ધરાવતા હતા.પરંતુ માનવ વર્તનને માપવામાં મુશ્કેલી અનુભવતા હતા.કોઈ પણ વિજ્ઞાનમાં કેટલીવાર,કેટલાક લોકો ચોક્કસ પ્રકારનું વર્તન કરે છે તેના જવાબ મળી શકે છે . પણ તેમાં શા માટેના પ્રશ્નનો જવાબ મળી શકતો નથી.જે સંશોધનનો પ્રયત્ન સામાજિક જગતમાં અમુક બાબત /ઘટના શા માટે બને છે અને લોકો શા માટે અમુક રીતે ક્રિયા કરે છે તેની સમજણ વધારવાનો છે,તેને ગુણાત્મક સંશોધન કહીએ છીએ.

ગુણાત્મક સંશોધનનું સ્વરૂપ/પ્રકૃતિ (Nature)

સામાજિક ઘટનાની સમજણ વિકસાવવા સાથે ગુણાત્મક સંશોધકને નિસ્બત છે.એથી એમ કહી શકાય કે, તેનો હેતુ જે જગતમાં આપણે રહીએ છીએ તેમાં બનતી ઘટના,ચોક્કસ સ્થિતિ,અમુક પ્રકારના વર્તન, આંતરક્રીયાઓ વગેરેની સમજણ મેળવવી.આવા સંશોધાનોને જગતના સામાજિક પાસાઓમાં નીચેના પ્રશ્નોના જવાબ શોધવા સાથે નિસ્બત છે.

  • શા માટે લોકો અમુક રીતે વર્તન કરે છે ?
  • લોકોના મતો અને વલણો કેવી રીતે ઉદ્ભવે છે ?
  • લોકો તેમની આસપાસ થતી ઘટનાઓ દ્વારા કેવી રીતે અસર પામે છે?
  • કેવી રીતે અને શા માટે આજની સંસ્કૃતિઓ વિકસી છે ?
  • સામાજિક જૂથો વચ્ચેના તફાવતો શાથી છે ?
  • ગુણાત્મક સંશોધન તે પ્રશ્નોના જવાબ શોધવા સાથે નિસ્બત ધરાવે છે જેની શરૂઆત શા માટે ? કેમ? કેવી રીતે?થી થાય છે સંખ્યાત્મક સંશોધન કેટલું વધારે?કેટલું બધું?કેટલીવાર?કેટલા સમય સુધી જેવા પ્રશ્નોના જવા મેળવવા સાથે નિસ્બત ધરાવે છે .

ગુણાત્મક સંશોધન  સંખ્યાત્મક સંશોધન કરતા કેવી રીતે જુદુ છે તેનું વર્ણન નીચે મુજબ કરી શકાય.

  • ગુણાત્મક સંશોધનને અભિપ્રાયો/મતો,અનુભવો અને વ્યક્તિઓની લાગણીઓ અંગેની ભાવનીષ્ઠ માહિતી મેળવવા સાથે નિસ્બત છે.
  • ગુણાત્મક સંશોધન સામાજિક ઘટના જે કુદરતી રીતે બને છે તેનું વર્ણન કરે છે.તેના અભ્યાસ સમયે લોકોની સ્થિતિ સાથે હોંશિયારીથી કામ લેવાનો કોઈ પ્રયત્ન થતો નથી જે રીતે પ્રયોગાત્મક સંખ્યામક સંશોધનની બાબતમાં થાય છે.
  • સ્થિતિની સમજણ સર્વાંગી દ્રષ્ટિકોણથી મેળવવામાં આવે છે.સંખ્યાત્મક સંશોધનનો આધાર પરિવર્ત્યોના સમુચ્યયણે ઓળખવાની ક્ષમતા પર છે.
  • માહિતીનો ઉપયોગ ખ્યાલો અને સિદ્ધાંતોને વિકસાવવામાં થાય છે જે સામાજિક જગતને સમજવામાં મદદ કરે છે.જે સિદ્ધાંતના વિકાસ માટેનો આગમનાત્મક(Inductive) અભિગમ છે સંખ્યાત્મક સંશોધન એ નિગમનાત્મક (Deductive)અભિગમ છે.જે પૂર્વ સ્થાપિત સિદ્ધાંતોને તપાસે છે.
  • ગુણાત્મક માહિતી વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવીને સામસામે રૂબરુમાં મેળવાય છે.જેથી માહિતી એકત્રીકરણ ઘણો લાંબો સમય માંગી લે છે.
  • માહિતી એક્ત્રીકારણનું સ્વરૂપ વધુ લાંબા સમયનું અને એક જ વિષય ઉપર કેન્દ્રિત હોવાથી તેમાં ઓછા નમુના હોય તે જરૂરી છે.
  • વધુ નમુના પસંદગીની ટેકનીકનો ઉપયોગ થાય છે.સંખ્યાત્મક સંશોધનમાં નમુના પસંદગી યદ્રચ્છ પધ્ધતિ દ્વારા પ્રતિનિધીત્વપુર્ણ નમુનો મેળવવાનો હેતુ હોય છે. ગુણાત્મક સંશોધનમાં નમુના પસંદગીની ટેકનીક વસ્તીના ચોક્કસ જૂથો કે પેટા જૂથોમાંથી માહિતી મેળવવા સાથે નિસ્બત ધરાવે છે.
  • સંખ્યાત્મક સંશોધનમાં વિશ્વાસપાત્રતા (Reliability)અને પ્રમાણભુતતા(Validity)ને ચકાસવાની જે રીતો/ધોરણો છે તેના કરતા ગુણાત્મક સંશોધનમાં જુદા હોય છે. આ તફાવતને સ્પષ્ટ સમજવા માટે નીચે મુજબ સમજીએ.
ગુણાત્મક સંશોધનસંખ્યાત્મક સંશોધન
ભાવનીષ્ઠ (Subjective) દરેક માટે અલગ હોઈ શકેવસ્તુનિષ્ઠ(Objective)એક જ સત્ય
સમગ્રલક્ષી/ઘનિષ્ઠ વર્ણન (Holistic)ઘટનાને નાના ઘટકોમાં સમજવાનો પ્રયત્ન (Reductionist)
મનુષ્યના અનુભવ,ભાવનાઓ અને જગતને અનુભવવાની પ્રક્રિયા પર આધારિત (Phenomenological)નેચરલ સાયન્સ
બિન પ્રત્યક્ષવાદી (Anti positivist) જે માને છે કે માનવીય સમજ,વર્તણુક, ભાવનાઓ અને અનુભવોને માત્ર આકડાઓ,માપન અને વૈજ્ઞાનિક નિયમોથી જ માપવી શક્ય નથીપ્રત્યક્ષવાદી(positivist)જ્ઞાન માત્ર માપી શકાય તેવા તથ્યો આંકડા અને વૈજ્ઞાનિક પુરાવા પરથી જ મળે છે
બદલાતી વાસ્તવિકતાસ્થિર વાસ્તવિકતા
વર્ણનાત્મક(Descriptive)પ્રયોગાત્મક(Experimental)
પ્રાકૃતિક (Naturalistic)જેમ છે તેમ જોવાનો અભિગમયોજના મુજબ (Contrived)ગોઠવણી મુજબ જોવાનો અભિગમ
સંશોધક માહિતી એક્ત્રીકરણનું સાધનમાન્ય ધોરણ મુજબના માહિતી એક્ત્રીકારણના સાધનો
આગમનાત્મક(Inductive)ડેટાકે ઉદાહરણ પરથી સિધ્ધાંત તારવવોનીગમનાત્મક (Deductive)થીયરીથી ડેટાને ચકાસવો
બિન નિયંત્રિત સ્થિતિ-નિયંત્રિત પરિબળો હોતા નથી  નિયંત્રિત સ્થિતિ -નિયંત્રિત પરિબળોમાં જ અભ્યાસ થાય છે
માહિતી વિશ્લેષણમાંથી કેટેગરી પરિણામે છેકેટેગરી માહિતી વિશ્લેષણ પહેલા આવે છે
મુક્ત તંત્ર (open System)ખુલ્લી પ્રણાલી એટલે કે બાહ્ય અસરને સ્વીકારતી સીસ્ટમબંધ તંત્ર (close system) એવી પ્રણાલી જે બાહ્ય પર્યાવરણ સાથે કોઈ આપલે નથી સ્વીકારતી

ગુણાત્મક સંશોધનની દરેક લાક્ષણીકતાને તેની શક્તિ અને મર્યાદા તરીકે જોઈ શકાય છે,તેનો આધાર સંશોધના મૂળ હેતુ ઉપર છે.દા.ત. એક સામાન્ય આલોચના ગુણાત્મક સંશોધનની એ છે કે સંશોધાન અભ્યાસના પરિણામોને વ્યાપક જનસમુદાયને માટે સામાન્યીકૃત કરી શકાય નહિ કારણ કે નામુનો નાનો હોય છે અને લોકોને યદ્ર્ચ્છ રીતે પસંદ કર્યા હોતા નથી.પરંતુ સંશોધન પ્રશ્નોને અનુરૂપ લોક્સમુદાયના ચોક્કસ પેટાજૂથોની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય હોય છે.આવા પેટાજુથો સંશોધન વિષયના સંદર્ભમાં વિશિષ્ટ /ખાસ હોય છે.આવા લોકો ઓછા હોય છે તેથી નમુનો નાનો હોય છે.આવા અભ્યાસોમાં નિષ્કર્ષનું સામાન્યીકરણ તેનો ઉદ્દેશ્ય નથી હોતો.

પ્રત્યક્ષવાદી અને ગુણાત્મક સંશોધનના પધ્ધતિશાશ્ત્રના તફાવતને સમજીએ.

ક્રમસંશોધનના મુદ્દાઓપ્રત્યક્ષવાદી પધ્ધતિશાસ્ત્રગુણાત્મક પધ્ધતિશાસ્ત્ર
 સંશોધનનો હેતુનૈસર્ગિક નિયમો શોધવા જેથી લોકો ઘટનાઓનું પૂર્વ અનુમાન અને નિયંત્રણ કરી શકાયઅર્થપૂર્ણ સામાજિક ક્રિયાને સમજવી અને વર્ણવવી
 સમાજ વિજ્ઞાનનું સ્વરૂપસ્થિર પૂર્વ અસ્તિત્વ ઢબ કે વ્યવસ્થા શોધી શકાયમાનવ આંતરક્રિયા દ્વારા સર્જેલી સ્થિતિની પ્રવાહી પરિભાષા
 માનવ જાતનું સ્વરૂપબૌધિક વ્યક્તિઓ કે જે બાહ્ય બળોથી આકાર પામે છે.સામાજિક હોવું.વ્યક્તિઓ અર્થ કરે છે અને જગતનો તેમની ઇન્દ્રિયો દ્વારા સતત અનુભવ કરે છે.
 સામન્ય સમજની ભૂમિકાસ્પષ્ટ રીતે ભિન્ન અને બાહ્ય બળોથી આકાર પામે છેસામાજિક હોવું.વ્યક્તિઓ અર્થ કરે છે અને જગતનો તેમની ઈન્દ્રીઓ દ્વારા સતત અનુભવ કરે છે .
 સામાન્ય સમજની ભૂમિકાસ્પષ્ટ રીતે ભિન્ન અને વિજ્ઞાન કરતા ઓછું પ્રમાણભૂતશક્તીશાળી,રોજીંદી થિયરી એ સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 સિદ્ધાંતનું રૂપ /પ્રકારસ્વીકૃત નિયમો વચ્ચેનું આંતરજોડાણ,પરિભાષાઓ અને નિયમોનુંતાર્કિક, નિગમનાત્મકતંત્રકેવી રીતે જૂથોના અર્થનું તંત્ર પેદા થાય છે અને ટકે છે તેનું વર્ણન
 સમજુતીનું સ્વરૂપહકીકતો આધારિત નિયમોનું તાર્કિક રીતે જોડાણજેમનો અભ્યાસ કરવામાં આવે છે તેમના પ્રતિ ધ્વની કે લાગણીની સમજુતી
 પુરાવાચોક્કસ નિરિક્ષણો પર આધારિત જેનું બીજા પુનરાવર્તન  કરી શકેસામાજિક આંતર ક્રિયાને તેના સંદર્ભમાં જોવી.
 મૂલ્યોનું સ્થાનવિજ્ઞાન મુલ્ય મુક્ત છેમુલ્યો એ સામાજિક જીવનનો અંતર્ગત ભાગ છે .
 કલાનું સ્થાનવિજ્ઞાનને કળા સાથે નિસ્બત નથીઅહેવાલ લેખન, રજૂઆત માટે તેનું મહત્વ .

   ગુણાત્મક સંશોધન ડીઝાઈન:ગુણાત્મક સંશોધનની મુખ્ય ચાર રીસર્ચ ડીઝાઈન છે.

  1. ફીનોમેનોલોજી -અનુભવશાસ્ત્ર(માનવીના પ્રત્યક્ષ અનુભવનો અભ્યાસ )

આ શબ્દની પરિભાષા વિવિધ લેખકો દ્વારા જુદી જુદી રીતે આપવામાં આવી છે.જેને કારણે મુંઝવણો ઉભી થઇ છે.કોઠા-1 માં જોયું તે મુજબ આ શબ્દનો ઉપયોગ ગુણાત્મક સંશોધનને વર્ણવવા માટે થયો છે.તેમ છતા ગુણાત્મક સંશોધનના ચોક્કસ પ્રકાર તરીકે તેનો ઉપયોગ પણ થાય છે.

ફીનોમેનોલોજીનો અર્થ એ છે કે જે ઘટનાનો આપણે અભ્યાસ કરીએ છીએ તે જે જગતમાં આપણે જીવીએ છીએ તેમાં અસ્તિત્વ ધરાવતી કોઈ બાબતને વર્ણન કરવાની રીત છે.આવી ઘટના પ્રસંગો,અનુભવો,પરિસ્થિતિઓ કે ખ્યાલો હોઈ શકે છે.આપણી આસપાસ ઘણી ઘટનાઓ બને છે જેનાથી આપણે જાગૃત હોઈએ છીએ પણ તેને પૂરી રીતે સમજતા નથી હોતા. આ સમજણનો અભાવ એટલે હોઈ શકે કે તેવી ઘટનાનું જાહેર વર્ણન કે સમજુતી હોતી નથી.તેના પ્રભાવ અંગેની આપણી સમજણ અસ્પષ્ટ હોય છે.દા.ત.પીઠના દુખાવાનો દર્દી જેમને પીઠનો દુખાવો છે તેમના અભ્યાસ પરથી જાણી શકાય છે કે જુદી જુદી દવાઓની અસર શું થાય છે? પરંતુ પીઠના દુખાવા સાથે જીવનનો અનુભવ કેવો છે ?તેની તેમના જીવન પર શું અસર થાય છે? તેને કારણે કેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે ?ફીનોમેનોલોજીકલ અભ્યાસ તેનું અન્વેષણ કરી શકે છે .

 ફીનોમેનોલોજીકલ અભ્યાસ/સંશોધન એવું સ્વીકારે છે કે આપણી સમજણમાં ગેપ છે તેની સ્પષ્ટતા કે તેને પ્રકાશિત કરવું તે લાભકારક બનશે. ફીનોમેનોલોજીકલ સંશોધન સ્પષ્ટ સમજુતી પૂરી પાડશે તેવું જરૂરી નથી.પરંતુ તે જાગૃતતા અને આંતરદ્રષ્ટિ વધારે છે.

2.એથનોગ્રાફી-(નૃતત્વ વિદ્યા-લોકોના જીવનનો પ્રત્યક્ષ અનુભવ)

એથનોગ્રાફીમાં પાર્શ્વભૂમિમાં એન્થ્રોપોલોજી છે.આ શબ્દનો અર્થ “લોકોની પ્રતિકૃતિ/છબી થાય છે.જે સંસ્કૃતિ અને લોકોનું વર્ણનાત્મક અભ્યાસનું પધ્ધતીશાસ્ત્ર છે.જેમનો અભ્યાસ કરીએ છીએ તેમના કેટલાક સામાન્ય પેરામીટર હોય છે.જેમ કે,ભૌગોલિક દ્રષ્ટીએ કોઈ ખાસ ભાગ, ધર્મ,  આદિવાસી, વગેરેમાં કોઈ ઘટના પરિસ્થિતિનો સાથે મળીને કરેલ અનુભવ.

આરોગ્ય સંભાળના  પરિવેશમાં,સંશોધક એથનોગ્રાફીક અભિગમ પસંદ કરી શકે છે.કારણ કે સાંસ્કૃતિક પેરામીટર લોકોના સારવાર અંગેના પ્રતિભાવને અસર કરનાર હોય છે તેમ માની શકાય. એથનોગ્રાફી આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોને સાંસ્કૃતિક જાગૃતિ અને સંવેદનશીલતાનો વિકાસ કરવામાં અને બધી જ સંસ્કૃતિના લોકો માટે સંભાળ -સેવાની જોગવાઈ અને સેવાની ગુણવત્તાને વધારવામાં મદદ કરી શકે છે .

એથનોગ્રાફીક અભ્યાસોમાં સંશોધક દ્વારા ઘનિષ્ઠ ક્ષેત્રકાર્ય કરવું અનિવાર્ય છે. માહિતી એકત્રીકારણની ટેકનીકમાં ઔપચારિક અને અનૌપચારિક મુલાકાત બંનેણો સમાવેશ થાય છે,ઘણીવાર વ્યક્તિઓની કેટલાક પ્રસંગોમાં મુલાકાત ગોઠવાય છે અને સહભાગી નિરિક્ષણ થાય છે. એથનોગ્રાફીમાં સંશોધકે ઘણો લાંબો સમય ક્ષેત્રમા ગાળવાનો હોય છે.

માહિતીના વિશ્લેશણમાં emic અભિગમને અપનાવે છે.એનો અર્થ એ છે કે સંશોધક માહિતીનું અર્થઘટન  અભ્યાસ હેઠળના લોકોના દ્રષ્ટિકોણથી કરે છે.પરિણામો  એ જ રીતે રજુ થાય છે જે રીતે લોકો વ્યક્ત કરે છે,ઘણીવાર સ્થાયી ભાષા અને સંજ્ઞા/ટર્મીનોલોજી ઘટનાને વર્ણવવા માટે ઉપયોગમાં લે છે. દા. ત. સંશોધક વ્યક્તિના વર્તન માટે માનસિક બીમારી શબ્દ વાપરે છે જ્યારે લોકો જેનો અભ્યાસ કરીએ છીએ તેઓ તેને ભગવાનની દેન માને છે.

એથનોગ્રાફીક સંશોધન સમસ્યારૂપ બની શકે છે. જ્યારે જેમનો અભ્યાસ કરવાનો છે તે લોકો અને તેમની ભાષાથી જાણકાર હોતા નથી.બહારના દ્રષ્ટિકોણથી (Etic) અર્થઘટન થાય તો તે ગુંચવાડો ઉભો કરી શકે છે. આ કારણથી  એથનોગ્રાફીક સંશોધક પોતાના અર્થાઘટનને ચેક કરવા પાછો ક્ષેત્રમા જાય છે.પોતાના નિષ્કર્શોને રજુ કરતા પહેલા તે રીતે તે માહિતીને પ્રમાણભૂત કરે છે.

3.ગ્રાઉન્ડેડ થીયરી -વિશ્લેષણ દ્વારા સિદ્ધાંતોનું નિર્માણ

ઘટના વિશેની માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ દ્વારા નવી થીયરીનો વિકાસ કરવો તે એથનોગ્રાફીનું મુખ્ય લક્ષણ છે.તે ફીનોમેનોલોજીમાં પણ હોય છે,કારણ કે જે સમજુતી પેદા થાય છે તે ખરેખર નવું જ્ઞાન હોય છે અને તે ઘટના વિષે નવી થીયરીનો વિકાસ કરવામાં ઉપયોગી હોય છે.આરોગ્ય સંભાળતા પરિવેશમાં નવી થિયરીઓ અસ્તિત્વ ધરાવતી સમસ્યાઓને નવી રીતે એપ્રોચ કરવામાં મદદરૂપ થઇ શકે છે.દા.ત. આરોગ્ય ઉત્કર્ષ કે સંભાળની જોગવાઈના અભિગમો.

ગ્રાઉન્ડેડ થીયરીનું એક ઉદાહરણ જેનાથી આપણે મોટેભાગે પરિચિત છીએ તે દુખના પ્રસંગે શોકની પ્રક્રિયાની થીયરી.સંશોધક લોકોનું નિરિક્ષણ કરે છે જેમનું કોઈ સગું મરી ગયું છે,તેમની જુદા જુદા તબક્કે પ્રગતિ શું છે અને તે દરેક તબક્કાઓમાં ખાસ લક્ષણો અને પ્રતીભાવો જોવા મળે છે :જેમ કે ઇન્કાર,ગુસ્સો,સ્વીકાર અને સમાધાન.આ નવી ઘટના નથી,સમાજની રચના થઇ ત્યારથી લોકો આ તબક્કાઓમાંથી પસાર થઇ રહ્યા છે,પણ સંશોધન ઔપચારિક રીતે તેને માન્ય કરે છે અને અનુભવને વર્ણવે છે.આપણે આપણા શોકની પ્રક્રિયાના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ,નવું જ્ઞાન ગ્રાઉન્ડેડ થીયરીમાંથી પ્રાપ્ત થાય છે. વિયોગના અનુભવને સમજવા અને જેનું કોઈ સગું મૃત્યુ પામ્યું છે તેને જે ગુમાવ્યું છે તેને સ્વીકારવામાં તેને મુશ્કેલી પડે છે તેવી આપણને ખબર પડે છે કારણ કે આપણે આપણા જ્ઞાનના ઉપયોગથી એ ચિહ્નોને ઓળખી શકીએ છીએ,જે “અસામાન્ય” છે,શોકના છે અને તેથી આપણે તેને મદદની ઓફર કરીએ છીએ.

વિવિધ માહિતી એકત્રીકરણની ટેકનીકનો ઉપયોગ ગ્રાઉન્ડેડ થીયરીના વિકાસ માટે થાય છે,ખાસ કરીને મુલાકાતો અને નિરિક્ષણો,સાહિત્ય સમિક્ષા અને સંબંધિત દસ્તાવેજોનું વિશ્લેષણ પણ ઘણું પ્રદાન કરી શકે છે. ગ્રાઉન્ડેડ થીયરીનું ચાવીરૂપ લક્ષણ એ છે કે તેમાં માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ સાથે સાથે ચાલે છે,જેમાં તે પ્રક્રિયાનો ઉપયોગ થાય છે જે સતત તુલનાત્મક વિશ્લેષણ થી પ્રચલિત છે. વિશ્લેષણમાંથી જે વિચારો પેદા થાય છે તે માહિતી એકત્રીકરણમાં સમાવાય છે, જ્યારે સંશોધક ફરીથી ક્ષેત્રમા જાય છે ત્યારે આ કારણથી જ સંશોધક જે સેમી સ્ટ્રક્ચર મુલાકાતથી માહિતી મેળવે છે તે તેની મૂલાકાત અનુસૂચીને પાછળના તબક્કામાં બદલે છે તેથી તેની ઓરીજીનલ અનુસૂચી કરતા તેમાં ઘણો તફાવત હોય છે.

લોકો જે કહે છે અથવા જે ઘટનાઓનું નિરિક્ષણ કર્યું છે તેમાંથી નવા વિચારો અને થીમ પેદા થાય છે જેને સંશોધક માન્ય કરે છે તેની કલ્પના/વિચારથી નવી થીયરીની શરૂઆત થાય છે.જ્યારે કાચી માહિતીની  સમિક્ષા કરવામાં આવે છે ત્યારે સંશોધકના મનમાં થીયરીનું સક્ષીપ્તરૂપ ગંઠાય છે.વિવિધ અભિપ્રાયો કેટેગરી વચ્ચેના સંબંધો વિશેની ઉત્કલ્પનાને ટેસ્ટ કરવામાં આવે છે,નવા ખ્યાલોકે સમજણની રચના થાય છે.આ રીતે થીયરી ડેટામાં ગ્રાઉન્ડેડ હોય છે. તેમાંથી નિષ્પન્ન થાય છે.

4.કેસસ્ટડી (વ્યક્તિ /એકમ અભ્યાસ )

સર્વેની જેમ કેસ સ્ટડી સંશોધન એ બીજા ઘણા સંશોધન અભીગમોમાનું એક છે. ગુણાત્મક અભિગમમાં કેસ સ્ટડીનું મુલ્ય એ રીતે જોવાય છે કે જેમાં ઓછા એકમોનું કે એક જ એકમનું ગહન વિશ્લેષણ કરવામાં આવે છે.કેસ સ્ટડી સંશોધન સામાન્ય રીતે અસ્તિત્વ ધરાવતા એક યુનિટ કે જેમાં એક વ્યક્તિ,એક સંગઠન કે એક સંસ્થાને પણ વર્ણવવામાં આવે છે કેટલાક સંશોધન અભ્યાસો એક કરતા વધુ કેસીસનું વર્ણન કરે છે.

કેસ સ્ટડીમાં ઘણી જટીલતા છે.તેમાં સૌથી સાદી બાબત એ છે કે તેમાં કોઈ એક બનાવ કે ઘટનાનું વર્ણન હોય છે. વધુ જટિલ એ છે કે તેમાં ચોક્કસ સમયગાળામાં સામાજિક સ્થિતિનું વિશ્લેષણ હોય છે. ઘટનાની ઝીણવટભરી તપાસ થાય છે જેમાં એક જ એક્ટર ચોક્કસ સમયગાળામાં તે ઘટના સાથે સામેલ હોય છે. તેનું વિશ્લેષણ,પરિવર્તન અને સમાયોજનને સમજવામાં મદદરૂપ થાય છે.

રીસર્ચ ડીઝાઈન તરીકે કેસ સ્ટડી એવો દાવો કરે છે કે તેમાં મુલ્યવાન અને ગહન માહિતી મેળવી શકાય છે.કેસ સ્ટડીમાં બનાવાના જટિલ સમુચ્ચયને ઓળખવામાં આવે છે કે જે ભેગા મળીને ચોક્કસ સ્પષ્ટીકરણ આપે છે .કેસ સ્ટડીનો માહિતી એકત્રીકરણની બધી પદ્ધતિઓમાં ઉપયોગ થાય છે.

કેસ સ્ટડી સંશોધનની આલોચના એ છે કે જે કેસનો અભ્યાસ થાય છે તે તેના જેવા બીજા કેસનો પ્રતિનિધિત્વ હોતો નથી. તેથી સંશોધનનું જે પરિણામ આવે છે તેનું સામાન્યીકરણ કરી શકાતું નથી.

આમ ગુણાત્મક સંશોધન અભિગમની રૂપરેખાની આ યાદી સંપૂર્ણ નથી.કારણ કે કેટલીક સંશોધન પધ્ધતિ ગુણાત્મક કે ગણનાત્મક સંશોધનમાં વાપરી શકાય છે.વિવિધ ગુણાત્મક સંશોધનમાં રહેલા તફાવતને પહેલી દ્રષ્ટીએ સમજવો અઘરો છે.તફાવત ખુબ સુક્ષ્મ છે. કારણ કે સંશોધન ડીઝાઈનનો આધાર સંશોધન પ્રશ્નો,લોકો અથવા તેમની સ્થિતિ જેનો અભ્યાસ થાય છે અને જે રીતે માહિતીનું વિશ્લેષણ,અર્થઘટન અને રજૂઆત થાય છે તેની સાથે નિસ્બત ધરાવે છે.

ગુણાત્મક માહિતી મેળવવાની પદ્ધતિઓ:

ગુણાત્મક અભિગમમાં માહિતી એકત્રીકરણ વ્યક્તિઓ સાથે કે જૂથ સાથે સીધી આંતરક્રિયા દ્વારા થાય છે.માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ વધુ સમય માંગી લેનારી હોય છે અને ઓછા લોકો પાસેથી મેળવવામાં આવે છે.આ અભિગમ પસંદ કરવામાં ફાયદો એ હોય છે કે ખુબ મુલ્યવાન માહિતી અને ઘટના અંગે ઊંડી આંતર દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.

ગુણાત્મક માહિતી મેળવવાની મુખ્ય પદ્ધતિઓ-

  1. મુલાકાત-મુલાકાત ચુસ્ત રીતે રચાયેલ (Highly Structured), ઓછી રચાયેલ (Semi Structured), કે બિન રચાયેલ(Unstructured) હોય છે. રચિત મુલાકાતમાં મુલાકાત લેનાર દરેક ઉત્તરદાતાને એક સરખા પ્રશ્નો પૂછીને જવાબો મેળવે છે.જેમાં નિર્ધારિત અનુસુચીનો ઉપયોગ થાય છે.પ્રશ્ન એ માત્ર કેટલાક શબ્દોનો સમૂહ હોય તો પણ પ્રતિભાવો માર્યાદિત મળવાની સમભાવના હોય છે.દા.ત. તમે વિચારો છો કે આ વિસ્તારમાં આરોગ્યની સ્થિતિ ખુબ સારી,સારી,સરેરાશ કે ખરાબ છે ?

સેમી સ્ટ્રક્ચર મુલાકાત જેમાં સંશોધક જે સંશોધન એરિયાને કવર કરવા ઈચ્છે છે તે વિષયના ખૂલ્લા પ્રશ્નો પુછવામાં આવે છે.ખુલ્લા પ્રશ્નનું સ્વરૂપ એવું હોય છે કે જેમાં મુલાકાત લેનાર અને આપનાર કેટલાક ટોપિક અંગે વિગતે ચર્ચા કરી શકે તેવી તક તેમાં હોય છે.જો મુલાકાત આપનાર જવાબ આપવામાં મુશ્કેલી અનુભવે છે કે ટૂંકો પ્રતિભાવ આપે છે તો મુલાકાત લેનાર તેને સંકેત આપી શકે છે કે પ્રશ્નને ફરીથી સમજાવે છે.આ પ્રકારની મુલાકાત લેનારને એ સ્વતંત્રતા છે કે મુલાકાત આપનારે આપેલા પ્રતિભાવમાં આગળ બીજી તપાસ કરી શકે છે.

બીનરચિત મુલાકાત જેને ગહન મુલાકાત કહે છે જેમાં સ્ટ્રક્ચર ખુબ ઓછું હોય છે. મુલાકાત લેનાર ખુબ ઓછા પ્રશ્નો સાથે મુલાકાત લેવાની શરૂઆત કરે છે .કેટલીક વખત ખુબ ઓછા એક કે બે પ્રશ્નો પૂછીને પછી પૂર્વ પ્રતિભાવોને આધારે આગળના પ્રશ્નો પુછાય છે.જેમાં એક બે ટોપીકની ચર્ચા થાય છે પરંતુ તે ઘણી વિગતો કવર કરે છે.આવી મુલાકાતમાં મુલાકાત લેનાર એવી રીતે શરૂઆત કરે છે,”મને આ વિષય ઉપર તમારા વિચારો જાણવા ગમશે.” પછીના પ્રશ્નો મુલાકાત આપનાર કેવી રીતે પ્રતિભાવો આપે છે તેના ઉપર હોય છે. બીનરચિત મુલાકાતમાં મુલાકાત લેનારે વિષય પસંદ કર્યો હોય છે,પરંતુ તેના સંદર્ભમાં માહિતી મેળવવાનો ઢાંચો કે પૂર્વનિર્ધારિત આયોજન કે અપેક્ષા હોતી નથી.સેમી સ્ટ્રક્ચર મુલાકાતમાં તફાવત એ છે કે સેમી સ્ટ્રક્ચર મુલાકાતમાં મુલાકાત લેનારના મનમાં કેટલાક પ્રશ્નો અંગેનો જાડો ખ્યાલ હોય છે જે જવાબ આપનારને મદદ કરે છે પણ મુલાકાત લેનારને સમય ને સ્પેસ હોય છે કે તે મુલાકાત આપનારના પ્રતિભાવનો પ્રતિભાવ આપી શકે.

ગુણાત્મક મુલાકાત સેમી કે અનસ્ટ્રક્ચર હોય છે.જો ખુબ ચુસ્ત રીતે બનેલી અનુસૂચી હોય તો તે ઘટનાની ગહન તપાસમાં ઉપયોગી થતી નથી.સેમી સ્ટ્રક્ચર મુલાકાત ત્યારે સારી પડે છે જ્યારે મુલાકાત લેનારના મનમાં તેના પાસાઓ સ્પષ્ટ હોય છે.મુલાકાત લેનાર અગાઉથી નક્કી કરી શકે છે તેને ક્યા ક્ષેત્રો/મુદ્દાઓ આવરી લેવા છે.પરંતુ તે બિનઅપેક્ષિત માહિતીને સ્વીકારવા ખુલ્લાપણું ધરાવે છે.આ બાબત ખાસ કરીને જ્યારે દરેક મુલાકાત માટે ઓછો સમય હોય છે અને તેમાં મુલાકાત લેનાર “ચાવીરૂપ મુદ્દાઓ “કવર કરવા ઈચ્છે છે ત્યારે મહત્વનું બને છે.

ગુણાત્મક મુલાકાત અનૌપચારિક હોવી જોઈએ.જેની મુલાકાત લેવામાં આવે છે તેને એમ લાગવું જોઈએ કે તે ચર્ચામાં ભાગીદારી લઇ રહ્યા છે કે નહિ કે માત્ર ઔપચારિક પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે.આ અનૌપચારિક રીતનો આધાર કાળજીપુર્વક્ના પૂર્વ આયોજન અને મૂલાકાત લેવાની કુશળતા ઉપર છે.

સેમી સ્ટ્રક્ચર મુલાકાતમાં ઓછા પૂર્વ આયોજનની જરૂર છે. સારા ગુણાત્મક સંશોધનમાં મુલાકાત ચોકસાઇપુર્વકની તૈયારીનું પરિણામ હોય છે. મુલાકાત અનુસુચીની રચના,મુલાકાત કરવી અને મુલાકાતની માહિતીનું વિશ્લેષણ એ બધા માટે કાળજીપુર્વકની તૈયારી અને ગંભીર વિચારણાની આવશ્યકતા છે .

         2.ફોકસગૃપ-

કેટલીક વખત એક એક વ્યક્તિઓને મળવા કરતા જૂથ પાસેથી માહિતી મેળવવાનું પસંદ કરવામાં આવે છે. કેટલાક સંજોગોમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ ઉપયોગી નથી ત્યાં ફોકસગૃપ દ્વારા માહિતી મેળવવામાં આવે છે.છેલ્લા કેટલાક દાયકાઓથી ખાનગી સેક્ટરમાં તેનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે,ખાસ કરીને માર્કેટ સંશોધનમાં. હવે તો જાહેર સેક્ટરમાં પણ ઉપયોગ થવા લાગ્યો છે. જૂથ મુલાકાતનો ઉપયોગ ત્યારે થઇ શકે છે જ્યારે –

  • ઓછા સાધનો હોય,ઓછી મુલાકાતો લેવાની હોય કેટલીક વ્યક્તિઓ સર્વ સામાન્ય બાબતો ઉપર વિચારો રજુ કરવાના હોય ત્યારે અને સમુદાયમાંથી પેટાજુથોના કેટલાક લોકોના વિચારો જાણવા હોય ત્યારે.
  • જૂથના સામાન્ય સંવેદનશીલ મુદ્દાઓ પર વ્યક્તિગત તાપાસમાં જવાબ મેળવવા મુશ્કેલ હોય ત્યારે.
  • સહ્ભાગીઓમાં જૂથ આંતરક્રિયા દ્વારા આંતરસૂઝ વધારવી હોય ત્યારે.

            ફોકસગૃપના લક્ષણો-

  1. 6-10 વ્યક્તિના જૂથનું કદ યોગ્ય ગણાય છે. જૂથ નાનું હોય તો સામુહિક રીતે માહિતી મેળવી શકવાની શક્યતા રહે છે તેનાથી વધુ હોય તો બધા સહભાગી થઇ શકતા નથી.
  2. એક રીસર્ચ પ્રોજેક્ટમાં આવા કેટલાક ફોકસગૃપ ઈન્ટરવ્યું થવા જોઈએ,માત્ર એક જૂથ પર આધાર રાખવો ખોટો છે.જૂથના આંતરિક કે બાહ્ય પરિબળોથી સંશોધક અજાણ હોઈ શકે છે.કોઈ એક જુથમાં એવું બની શકે કે સભ્યો ભાગ ના લેતા હોય,એકબીજા સાથે આંતરક્રિયા ના થતી હોય તો તેમાંથી ખુબ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે.પુરતા જૂથોની મુલાકાત ગહન માહિતી પૂરી પાડી શકે છે. કેટલા ફોકસગૃપ ઈન્ટરવ્યું કરવા તેની કોઈ મર્યાદા નથી.તેનો આધાર સાધનો અને જરૂરીયાત પર છે.
  3. ફોકસગૃપમાં દરેક સભ્યોમાં કઈક લાક્ષણીકતા સામાન્ય છે જે તપાસ માટેના મુદ્દામાં મહત્વની છે.દા.ત. તેઓ એક જ વ્યવસાયના સભ્યો છે કે તેઓ એક ટીમમાં કામ કરે છે,તેઓ બધા દર્દી હોઈ શકે છે, સરખા રોગની સમસ્યા,સરખી સારવાર મેળવે છે.સહભાગીઓ એકબીજાને ઓળખતા હોય કે ના પણ ઓળખતા હોય,તેમાં લાભ અને ગેરલાભ બંને છે.
  4. ત્રીજા મુદ્દામાં જણાવ્યું તેમ આ જૂથો સ્પેશિયલ હોય છે. તેમાં તે જરૂરી છે કે તે પુર્વરચિત જૂથ હોય.પરંતુ આવા જૂથને તેના પૂર્વ ઉદ્દેશ હોય છે જેને કારણે ચોક્કસ દ્રષ્ટીકોણ કે બાબત હોય છે,જે માહિતી મેળવવામાં અવરોધરૂપ બને છે.દા.ત. દબાણજુથ કે કેટલાક રાજકીય પુર્વગ્રહવાળું જૂથ.
  5. ગુણાત્મક માહિતી મેળવવામાં સહભાગીઓની લાગણીઓ,સમજણ અને અભિપ્રાયોનો ઉપયોગ થાય છે. વ્યક્તિગત મુલાકાતમાં માહિતી મેળવવામાં સમય વધુ જાય છે.
  6. ગુણાત્મક અભિગમ કેટલીક કુશળતા માંગી લે છે. સશોધક અનેક કુશળતાઓ ધરાવતો હોવો જોઈએ.જેમ કે જુથમાં અનુકુલન ઉભું કરવું,સાંભળવાની,વિશ્લેષણની અને નિરિક્ષણની  કુશળતા.

       3.નિરિક્ષણ-

            ગુણાત્મક માહિતી એક્ત્રિકરણના બધા અભીગમોમાં લોકો સાથેની સીધી આંતરક્રિયાની જરૂર   

            નથી.માહિતી એકત્રીકરણના કેટલાક અભિગમની મર્યાદા એ છે કે તેનાથી મળતી માહિતીને

 Validate- પ્રમાણિત કરવું મુશ્કેલ હોય છે.દા.ત. મુલાકાત સમયે સહ્ભાગીને એમ પૂછી શકાય કે અમુક સ્થિતિમાં કેવી રીતે તેઓ વર્તન કરે. પણ તેની કોઈ ખાતરી નથી કે તે જે કહે છે તે પ્રમાણે વર્તશે. તેમને તેવી સ્થિતિમાં નિરિક્ષણ કરવું એ વધુ વિશ્વસનીય/આધારભૂત હોય છે.તેમાં જોઈ શકાય છે કે ખરેખર તેઓ કેવી રીતે વર્તે છે. નિરિક્ષણ એ માહિતીની ચકાસણી કે અમુક માહિતી રદ કરવા, ક્રોસ ચેક કરવાની તક પૂરી પાડે છે.

કેટલીક વખત સંશોધનમાં લોકોનું નિરિક્ષણ જરૂરી નથી હોતું પરંતુ પર્યાવરણનું નિરિક્ષણ જરૂરી હોય છે. દા.ત. કોઈ સંસ્થાના એક્શન રીસર્ચ પ્રોજેક્ટમાં સંસ્થાના મકાનની ભૌતિક લાક્ષણીકતાઓનું વર્ણન કરવાનું હોય છે.એથનિક વસ્તીના એથ્નોગ્રાફિક અભ્યાસમાં લોકો કેવી રીતે ડ્રેસ પહેરે છે કે તેમના નોનવર્બલ પ્રત્યાયન વિશેની માહિતી જરૂરી હોય છે.

સહભાગી નિરિક્ષણ(Participant Observation)-

સહભાગી નિરિક્ષણ એ તમારી જાતને તમે જે લોકોનો અભ્યાસ કરો છો તેનાંથી તમે જુદા નથી તે રીતે તેમનામાં ગળા ડૂબ/સામેલ થવાની એક પ્રક્રિયા છે.તેમાં સંશોધક સામાન્ય રીતે પોતાનો ઉદ્દેશ કે ઓળખ ગુપ્ત રાખે છે,પરંતુ જો તમે તે જૂથને જાણતા હોય તો એક ડગલું પાછુ જઈને તેમના દ્રષ્ટિકોણને મેળવવાનો પ્રયત્ન કરવો પડે છે.જાણે કે તમે જુદી દુનિયાના છો અને તમને તાજા પ્રકાશમાં જોઈ રહ્યા છો તે રીતે જોવાનું હોય છે.જો તમે જૂથ વિષે કશું નથી જાણતા તો તમારે બદલવું પડશે અને ખરેખર તેમાં સામેલ અને કટિબદ્ધ થવું જરૂરી છે.જો કોઈ અવ્યવસ્થિત/ચોક્કસ આકાર વગરનું જૂથ હોય તો તમારે તેમાં  વધુ સહભાગી થવું જરૂરી છે. જો વધારે સ્થાનિક અને મુળથી  જાગ્રત જૂથ હોય તો નિરિક્ષણની વધુ જરૂર પડે છે.

નિરિક્ષણમાં  ચાર પ્રકાર સંશોધનમાં જોવા માળે છે .

  1. સંપૂર્ણ સહભાગી -દા.ત. સંશોધક વિચલિત કે ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સહભાગી બનીને જૂથની દિશાને સક્રિય રીતે પ્રભાવિત કરવા જાય છે.
  2. નિરિક્ષક તરીકે સહભાગી- સંશોધક વિચલિત કે ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નિરિક્ષણ કરવા પુરતો સહભાગી છે તેમને પ્રભાવિત નથી કરતો.
  3. સહભાગી તરીકે નિરિક્ષક-સંશોધક આવી પ્રવૃત્તિઓમાં એક વખત સહભાગી થાય છે અને પછીની પ્રવૃત્તિઓમાં પાછળની સીટ લે છે.
  4. સંપૂર્ણ નિરિક્ષણ-સંશોધક જુથનો જ સભ્ય હોય છે પણ કોઈ વિચલિત કે ગેર કાનૂની પ્રવૃત્તિમાં ભાગ નથી લેતો.

એ કહેવું અઘરું છે કે ચારમાંથી કઈ ભૂમિકા વધુ પ્રચલિત છે.વચ્ચેની બે  વધારે પ્રચલિત છે.બધાની પાછળનો ચાવીરૂપ મુદ્દો એ છે કે સંશોધક બે સ્તરે વ્યવહાર કરે છે- અંદરના બનવા છતા બહારના રહીને.તેમને વધુ પડતા સામજિક બનવું ટાળવું જોઈએ કે મૂળ વતની બનવાનું,જૂથના આચાર સામે વ્યક્તિગત બળવો કરવો કે અસ્વીકાર કરવો.Going native ને ઘણી વાર એ રીતે વર્ણવવામાં આવે છે -સંશોધન છોડી દેવું અને જૂથ જીવન માટે જોડાવવું.પણ મોટે ભાગે અપરાધી સર્કલમાં એનો અર્થ એ થાય છે કે તમે તમારી વસ્તુનીષ્ઠતા ગુમાવો છો અને અપરાધની સ્તુતિ કરો છો.સામાન્ય રીતે સહભાગી નિરિક્ષણને અમલમાં મુકતા સમય લાગે છે, કેટલાક અઠવાડિયા કે 2-4 મહિનાઓ લાગે છે.ગેંગ,દેહવેપાર કરતા અને નશીલી દવા વેચાનાર તમામનો આ પધ્ધતિથી અભ્યાસ થાય છે.