વિશ્વ શાંતિ અને ગાંધીજી

ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયત્નો દુનિયાના ઘણાં દેશોએ કર્યા અને તેમને સફળતા પણ મળી. પરંતુ આ આઝાદી હીંસક માર્ગે મળી અને તેમાં બંને પક્ષે લોહીયાળ સ્થિતિ બની. માનવજાતને અનેક ઘણું નુકશાન થયું,ગાંધીજીને મન આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી.આજે પણ વિશ્વામાં અનેક દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે જેમાં અનેક મનુષ્યોના જીવ હોમાય Read more

અન્યાય,શોષણ અને સંઘર્ષ નિવારણ વિશેના ગાંધીજીના વિચારો અને સત્યાગ્રહ

સૌથી પહેલા આ શબ્દો વિષે સમજ મેળવવી જરૂરી છે. અન્યાય (Injustice)-ગેરવ્યાજબી ભેદભાવ,પૂર્વગ્રહ,દમન,અસહિષ્ણુતા,અસમાનતા,વહાલા ધવલાની નીતિ,એકતરફી વર્તન,ગેરકાનૂની અન્યાયી વર્તન વગેરેનો સમાવેશ તેમાં થાય છે . અન્યાય એ વ્યક્તિના અધિકારોનું હનન છે,ગેરવ્યાજબી વ્યવહાર છે. અન્યાયને સમજવા માટે ન્યાયને સમજવાની જરૂર છે. ન્યાય એટલે નૈતિક અધિકાર જે નૈતિક,તાર્કિકતા,કાનુન,કુદરતી ન્યાય, પ્રાદેશિક, સમાનતા ન્યાય સંગત,સમાનતા ઉપર Read more

ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોનું સમાજકાર્યમાં મહત્વ

ગાંધીજીએ દેશની સામાજિક-આર્થિક સ્થિતિ જોતા તેમને એમ લાગ્યું કે આઝાદી પહેલા સમાજની ઉન્નતી થાય તે જરૂરી છે. તેને માટે તેમણે અઢાર કાર્યક્રમો આપ્યા.ગામડાઓમાં જઈને આ કાર્યક્રમો માટે કાર્ય કરી શકે તેવા કાર્યકરોને તૈયાર કર્યા.એક રીતે જોઈએ તો રચનાત્મક કાર્યક્રમો ગાંધીજીનો સમગ્રલક્ષી અભિગમ હતો તેમાં કોઈ એક સમસ્યા કે મુદ્દા માટે Read more

આર્થિક ક્ષેત્રે ગાંધીજીના વિચારો,વિકેન્દ્રીકરણ,યાંત્રીકરણ અને ટ્રસ્ટીશીપનો ખ્યાલ

ચીલાચાલુ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન અને ઉપભોગને જ મહત્વ આપે છે તેની માનવ જીવન ઉપરની બીજી અસરો તેમને મન ગૌણ બની જાય છે. ત્યારે ગાંધીજી અર્થનો વિચાર ધર્મની દ્રષ્ટીએ કરતા હતા. એટલે કે સમગ્ર માનવ જીવનની ઉન્નતિની દ્રષ્ટીએ કરતા હતા.છેવટે અર્થ એ પણ માનવ માટે જ છે એ વાત કેટલાક અર્થશાસ્ત્રીઓ ભૂલી Read more

ઉત્તરગાંધી કાળમાં ગાંધીજીના અનુયાયીઓ દ્વારા થયેલ સમાજસેવાના કાર્યો –

જન્મ-માતા-પિતા-અભ્યાસ : રવિશંકર મહારાજનો જન્મ 25-2-84 ના રોજ મહાશીવરાત્રીના દિવસે ખેડા જિલ્લાના માતર તાલુકાનાં રઢુ ગામે થયો હતો(મોસાળ). મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન.પિતા શિક્ષક હતા. પિતા તરફથી મહારાજને સત્યનિષ્ઠા,નિર્ભયતા અને કોઇનુ પણ કામ કરી છૂટવાની તત્પરતા અને માતા તરફથી ધાર્મિકતા અને કરકસરના ગુણો વારસામાં મળ્યા હતા.મહારાજનો અભ્યાસ ગુજરાતી છ Read more

ગાંધીજીના સમાજકાર્ય અને વ્યવસાયિક સમાજકાર્ય વચ્ચે સામ્યતા અને તફાવત-

 ભારત દેશમાં 1936થી સમાજકાર્ય શિક્ષણની શરૂઆત થઈ. તે પહેલા સમાજસેવાના અને સમાજ સુધારણાના અનેક કાર્યો થયા હતા.આજે જ્યારે આખું વિશ્વ પોતાના પ્રશ્નો માટે ગાંધી વિચારમાં તેના ઉકેલની શોધ કરે છે ત્યારે ભારત દેશમાં સમાજકાર્યનું શિક્ષણ લેતાં આપણે સૌએ ગાંધીજીના સમાજકાર્યને સમજવું જરૂરી છે. તેને માટે આપણે ગાંધીજીનું  સમાજકાર્ય અને વ્યવસાયિક Read more

વિશ્વ સ્તરે ગાંધીજીના અહિંસક આંદોલન માર્ગે ચાલનાર –

ગાંધીજીએ પોતાનું કાર્યક્ષેત્ર ભારત પૂરતું મર્યાદિત રાખ્યું હતું.પરંતુ એમનું મિશન પોતાના દેશ પૂરતું સીમિત નહોતું,તે તો સમસ્ત માનવજાતિની સેવાનું હતું.તે ભારતની આઝાદી માટે જ લડ્યા,પણ એમનું ધ્યેય માત્ર ભારતને આઝાદ કરવાનું નહોતું,ભારતની આઝાદી મારફતે તે દુનિયાની તમામ ગુલામ પ્રજાઓને મુક્ત કરવા માંગતા હતા. તેમના આર્થિક કાર્યક્રમોનો હેતુ શોષણમુક્ત સમાજ રચનાનો Read more

ગાંધી વિચારની મુખ્ય લાક્ષણિક્તાઓ :

ગાંધીજીના વિચારો અને કાર્યપધ્ધતિમાંથી કેટલીક લાક્ષણિકતાઓ તારવી છે,જે સમાજકાર્યકર માટે સમજવી જરૂરી છે. સામાન્ય રીતે વિચારકોએ પોતાના વિચારો શાસ્ત્રીય (થીયરી) રીતે મૂક્યા છે જેને વૈજ્ઞાનિક સ્વરૂપે તપાસ્યા છે અને સમાજ સમક્ષ મૂક્યા છે. ગાંધીજીએ પોતાને આવતા દરેક વિચારને આચારીને સમાજ સમક્ષ મૂક્યા છે. પરમ સત્યનો સાક્ષાત્કાર એ એમના જીવનનું લક્ષ્ય Read more

ગાંધી વિચારનો વિકાસ

વિનોબા જય પ્રકાશ નારાયણનાં કાર્યો ગાંધીજી બાદ ભારતના આર્થિક-સામાજિક સવાલો હલ કરવાની દિશામાં અહિંસાનો સૌથી મોટો પ્રયોગ થયો હોય તો તે ભૂદાન-ગ્રામદાનનો.દુનિયાના અન્ય દેશોમાં ખાસ કરીને રશિયા અને ચીનમાં-સામ્યવાદી વિચારસરણીના પ્રભાવ નીચે સશસ્ત્ર ક્રાંતિઓ થઇ. અને તે દ્વારા ત્યાં નવા મુલ્યો અને નવી વિશિષ્ટ આર્થિક વ્યવસ્થાવાળા રાજ્યો ઉભા થયા છે.બંને Read more

ગાંધીજીના આગમન કાળે દેશની ધાર્મિક,સામાજિક,આર્થિક અને રાજકીય સ્થિતિ

ઈ.સ. 1893 થી 1914 સુધીનો 20 વર્ષનો ગાળો ગાંધીજીના જીવન ઘડતારનો સોનેરી કાળ હતો. દક્ષિણ આફ્રિકામાં અન્યાયના પ્રતિકાર માટે તેમણે  “સત્યાગ્રહ”ની શોધ કરી.તેના સફળ પ્રયોગ પછી તેઓ ઈંગ્લેન્ડ થઈને ઈ.સ. 1915 માં જાન્યુઆરીની 15મી તારીખે મુંબઈ બંદરે ઉતર્યા.દક્ષિણ આફ્રિકાના લાંબા વિદેશ વસવાટ દરમ્યાન તેઓ બે વખત દેશમાં આવી ગયા હતા.દેશની Read more