ઉત્તરગાંધી કાળમાં ગાંધીજીના અનુયાયીઓ દ્વારા થયેલ સમાજસેવાના કાર્યો –

જન્મ-માતા-પિતા-અભ્યાસ : રવિશંકર મહારાજનો જન્મ 25-2-84 ના રોજ મહાશીવરાત્રીના દિવસે ખેડા જિલ્લાના માતર તાલુકાનાં રઢુ ગામે થયો હતો(મોસાળ). મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન.પિતા શિક્ષક હતા. પિતા તરફથી મહારાજને સત્યનિષ્ઠા,નિર્ભયતા અને કોઇનુ પણ કામ કરી છૂટવાની તત્પરતા અને માતા તરફથી ધાર્મિકતા અને કરકસરના ગુણો વારસામાં મળ્યા હતા.મહારાજનો અભ્યાસ ગુજરાતી છ Read more

ગાંધીજીના સમાજકાર્ય અને વ્યવસાયિક સમાજકાર્ય વચ્ચે સામ્યતા અને તફાવત-

 ભારત દેશમાં 1936થી સમાજકાર્ય શિક્ષણની શરૂઆત થઈ. તે પહેલા સમાજસેવાના અને સમાજ સુધારણાના અનેક કાર્યો થયા હતા.આજે જ્યારે આખું વિશ્વ પોતાના પ્રશ્નો માટે ગાંધી વિચારમાં તેના ઉકેલની શોધ કરે છે ત્યારે ભારત દેશમાં સમાજકાર્યનું શિક્ષણ લેતાં આપણે સૌએ ગાંધીજીના સમાજકાર્યને સમજવું જરૂરી છે. તેને માટે આપણે ગાંધીજીનું  સમાજકાર્ય અને વ્યવસાયિક Read more

વિશ્વ સ્તરે ગાંધીજીના અહિંસક આંદોલન માર્ગે ચાલનાર –

ગાંધીજીએ પોતાનું કાર્યક્ષેત્ર ભારત પૂરતું મર્યાદિત રાખ્યું હતું.પરંતુ એમનું મિશન પોતાના દેશ પૂરતું સીમિત નહોતું,તે તો સમસ્ત માનવજાતિની સેવાનું હતું.તે ભારતની આઝાદી માટે જ લડ્યા,પણ એમનું ધ્યેય માત્ર ભારતને આઝાદ કરવાનું નહોતું,ભારતની આઝાદી મારફતે તે દુનિયાની તમામ ગુલામ પ્રજાઓને મુક્ત કરવા માંગતા હતા. તેમના આર્થિક કાર્યક્રમોનો હેતુ શોષણમુક્ત સમાજ રચનાનો Read more

ગાંધી વિચારની મુખ્ય લાક્ષણિક્તાઓ :

ગાંધીજીના વિચારો અને કાર્યપધ્ધતિમાંથી કેટલીક લાક્ષણિકતાઓ તારવી છે,જે સમાજકાર્યકર માટે સમજવી જરૂરી છે. સામાન્ય રીતે વિચારકોએ પોતાના વિચારો શાસ્ત્રીય (થીયરી) રીતે મૂક્યા છે જેને વૈજ્ઞાનિક સ્વરૂપે તપાસ્યા છે અને સમાજ સમક્ષ મૂક્યા છે. ગાંધીજીએ પોતાને આવતા દરેક વિચારને આચારીને સમાજ સમક્ષ મૂક્યા છે. પરમ સત્યનો સાક્ષાત્કાર એ એમના જીવનનું લક્ષ્ય Read more

ગાંધી વિચારનો વિકાસ

વિનોબા જય પ્રકાશ નારાયણનાં કાર્યો ગાંધીજી બાદ ભારતના આર્થિક-સામાજિક સવાલો હલ કરવાની દિશામાં અહિંસાનો સૌથી મોટો પ્રયોગ થયો હોય તો તે ભૂદાન-ગ્રામદાનનો.દુનિયાના અન્ય દેશોમાં ખાસ કરીને રશિયા અને ચીનમાં-સામ્યવાદી વિચારસરણીના પ્રભાવ નીચે સશસ્ત્ર ક્રાંતિઓ થઇ. અને તે દ્વારા ત્યાં નવા મુલ્યો અને નવી વિશિષ્ટ આર્થિક વ્યવસ્થાવાળા રાજ્યો ઉભા થયા છે.બંને Read more

ગાંધીજીના આગમન કાળે દેશની ધાર્મિક,સામાજિક,આર્થિક અને રાજકીય સ્થિતિ

ઈ.સ. 1893 થી 1914 સુધીનો 20 વર્ષનો ગાળો ગાંધીજીના જીવન ઘડતારનો સોનેરી કાળ હતો. દક્ષિણ આફ્રિકામાં અન્યાયના પ્રતિકાર માટે તેમણે  “સત્યાગ્રહ”ની શોધ કરી.તેના સફળ પ્રયોગ પછી તેઓ ઈંગ્લેન્ડ થઈને ઈ.સ. 1915 માં જાન્યુઆરીની 15મી તારીખે મુંબઈ બંદરે ઉતર્યા.દક્ષિણ આફ્રિકાના લાંબા વિદેશ વસવાટ દરમ્યાન તેઓ બે વખત દેશમાં આવી ગયા હતા.દેશની Read more

ગાંધી પરંપરાના સમાજ સેવકોની લાક્ષણિકતા અને કાર્ય પધ્ધતિ

ગાંધીજીએ પોતાના અણીશુધ્ધ નીતિમય અને સેવાપરાયણ જીવન દ્વારા સેવાનો એક નવો અર્થ આપ્યો. તેમણે દેશના અનેક સ્ત્રી પુરૂષોને એવા જીવનની પ્રેરણા આપી. એમની હયાતી દરમ્યાન એમના જીવનથી અને વિચારથી પ્રેરાઇને હજારો નિષ્ઠવાન અને ભેખધારી સેવક-સેવિકાઓ પછાત વિસ્તારોમાં નાની મોટી આશ્રમ સંસ્થાઓ સ્થાપીને બેઠા છે.આજે પણ એ પરંપરા ચાલુ છે. દેશના Read more

વ્યાવસાયિક સમાજકાર્યકરો માટે ગાંધીવિચારની ઉપયોગિતા

વ્યાવસાયિક સમાજકાર્ય અને ગાંધીવિચાર આધારિત સમાજકાર્યમાં ઘણો તફાવત છે.પરંતુ ગાંધીવિચારનું જે તત્વ છે તે આજે અને આવતા સમયમાં અને કોઈ પણ દેશકાળ  માટે એટલું જ પ્રસ્તુત રહેવાનુ છે.વ્યાવસાયિક સમાજકાર્યના મુખ્ય ત્રણ આધાર સ્તંભો  છે –જ્ઞાન,મૂલ્યો અને કુશળતા. તેને આધારે વ્યક્તિ ,જુથ અને સમુદાયને મદદ કરવા માટેની પધ્ધતિઓનો વિકાસ થયો છે.તેમાં Read more

ગાંધીજી અને સ્ત્રી કલ્યાણ – સ્ત્રી મુક્તિ માટે ગાંધીજીનું કાર્ય

                    સ્ત્રી –પુરુષનો સમાન દરજ્જો : સ્ત્રી અને પુરુષના પ્રશ્નો,મનુષ્ય સમાજના પાયાના એકમો તરીકે એ બંનેનું મહત્વ,એકબીજાના પારસ્પરિક સંબંધો અને તેમની ફરજો વગેરે વિષે જેટલો મૂળભૂત,ઊંડો અને વ્યાપક વિચાર ગાંધીજીએ કર્યો છે તેટલો તેમની પૂર્વેના બીજા કોઈ સમાજ સુધારકોએ કર્યો હોય તેમ લાગતું નથી.ગાંધીજીનું નિશ્ચિતપણે માનવું હતું કે,’સ્ત્રી એ પુરુષની Read more

ગાંધીજી અને અનુસૂચિત જાતિ કલ્યાણ

ગાંધીજી અને અનુસૂચિત જાતિ કલ્યાણ અસ્પૃસ્યતા એ અધર્મ છે : અસ્પૃસ્યતા એ અધર્મ છે- એ સત્ય બાર વર્ષની વયે ગાંધીજીને લાધ્યું હતું. ઘરના ગીને અસ્પૃશ્ય ગણવા સામે,પોતાની માતા સાથે એ ઉમરે એમને ઝગડો કર્યો હતો. તે દિવસે ભંગીના રૂપમાં ઈશ્વરને અવતરતા મે જોયા એમ એમણે કહેલું. જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા Read more