અહીં કેટલાક પ્રશ્નો પતિ અને પત્ની સંદર્ભે પૂછ્યા છે (કાઉન્સેલરની અનેક તાલીમો કરી તેને આધારે સમજાયેલ બાબતોને આધારે આ પ્રશ્નો મેળવ્યા છે)
1. પતિ-પત્ની બંને કમાય છે બહાર જાય છે હોટલ , ભાડાનાં નાણાં કોણઆપે છે?
2. પતિપત્ની રોડ પર ચાલે છે, કોણ અંદરની સાઈડે ચાલે છે
3. પતિ પત્ની ઝગડે છે, કોણ મનાવે છે?
4. રીક્ષા, ટેક્ષી, બસમા કોણ કોને પહેલા ચડાવે છે?
5. બેંકમાં નાણા ઉપાડવા કે મોટા ટ્રાન્ઝેક્શન કોણ કરે છે?
6. બાળકને બગાડી મુક્યા છે તેવું કોણ કોને કહે છે? બાળકની
સફળતાનો જશ કોણ લે છે ?
7. બેમાંથી ગુસ્સો કોણ વધારે કરે છે? કેમ ?
8. કોણ કોના ગુસ્સા સામે ચુપ રહેવાનું પસંદ કરે છે?
9. ફોન પર બહાનાબાજી કોણ વધારે કરે છે?
10. કોના આગળ નીકળી જવાનો કોને ડર લાગે છે?
11. સામાજિક રિવાજો કોણ અદા કરે છે? બાળકને રમાડવા જવું, ચાંલ્લો
લખાવવો,સગાઈમાં હાજરી આપવી જેવા પ્રસંગો.
12. કુટુંબમાં બૌદ્ધિક બાબતો અંગેનાં નિર્ણયો મુખ્યત્વે કોણ કરે છે? જેવા કે
મકાન લેવું , બાળકોનાં ભણતર સંબંધિત, આર્થિક રોકાણો, બાળકો નાં લગ્ન બાબતે વગેરે
13. કૌટુંબિક, સામાજિક કારણસર રજા મૂકવી પડે તો પતિ કે પત્ની
બેમાંથી કોણ મુકે છે / મુકવી પડે છે .
14 . ધાર્મિક કાર્યોમાં હાજરી આપવી, વિધિઓ કરવી વગેરે કોણ કરે છે?
15. પતિ પત્નીને કઈ કઈ બાબતોમાં ના પાડી શકે છે? કે પોતાનો મત જણાવી શકે છે ?
પત્ની પતિને કઈ બાબતમાં ના પાડી શકે છે ? કે પોતાનો મત જણાવી શકે છે ?