બુધ્ધિ -વિભાવના અને વ્યાખ્યા ,વર્ગીકરણ અને માપન ,બુધ્ધિઆંક
ડેવિડ વેશ્લર – બુધ્ધિ એટ્લે હેતુલક્ષી રિટેવર્તવાની ,તર્કશુધ્ધિ રીતે વિચારવાની અને વાતાવરન્ના સંદર્ભમાં અસરકારક ક્રિયા કરવાની સંયુક્ત કે સમગ્ર શક્તિ.
ફ્રેન્ક એસ ફ્રીમેન – તેઓ વ્યાપક વ્યાખ્યા કરે છે ,
બુધ્ધિ એટ્લે (1) અનુભવોનું સમન્વયાત્મક સંગઠન કરવાની અને યોગી તથા અનુકૂનાયમક પ્રતિક્રિયાઓ દ્વારા નવી પરિસ્થિતિઓને પહોચી વળવાની(2) શિક્ષણ ક્ષમતાની અને (3) અમૂર્ત વિચારણા કરવાની શક્તિ,
ટર્મન- બુધ્ધિ એટ્લે અમૂર્ત વિચાર કરવાની શક્તિ
ગેરેટ એચ.ઇ- બુધ્ધિ એટ્લે રોજીંદી પરિસ્થિતિઓને પહોંચી વળવાની અને સમસ્યાઓને ઉકેલવાની કાર્યલક્ષીતા.
થોર્નડાઈક અનેક વિશિષ્ટ ઘટકોનો સમુચ્ચ્યય એટ્લે બુધ્ધિ એમ કહે છે તેને બુધ્ધિના બહુઘટ્ક શિધ્ધાંત કહે છે તેઓ બુધ્ધિના ત્રણ પ્રકાર પાડે છે .
- અમૂર્ત બુધ્ધિ – શબ્દો,સંજ્ઞાઓ,આંકડાઓ,સૂત્રો તેમજ સમીકરણોના ઉપયોગમાં અમૂર્ત બુધ્ધિ વ્યક્ત થાય છે .પ્રાણીઓમાં આ પ્રકારની બુધ્ધિ અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે .લેખક,કવિ,વૈજ્ઞાનિક,ચિત્રકાર, નીતામાં અમૂર્ત બુધ્ધિ સારા પ્રમાણમાં હોય છે .
- સામાજિક બુધ્ધિ – માણસની બીજા લોકો સાથે સારા સંબંધો બાંધવાની શક્તિ એટ્લે સામાજિક બુધ્ધિ ,મુત્સદ્દીઓ,નેતાઓ, પ્રધાનો,વેપારીઓ,સમાજસેવકોમાં આ બુધ્ધિ વિશેષ પ્રમાણમાં હોય છે ડોક્ટર, વકીલ,મનોવૈજ્ઞાનિક,માર્ગદર્શ્ક અને શિક્ષકના વ્યવસાયમાં પણ એ વ્યવસાય માટેની તાલીમ ઉપરાંત આ બુધ્ધિ જરૂરી હોય છે.
- યાંત્રિક બુધ્ધિ – યંત્રો અને યાંત્રિક કરામતોને સમજવાની શક્તિ એટ્લે યાંત્રિક બુધ્ધિ .સફળ કારીગરો અને ઈજનેરોમાં આ બુધ્ધિ વીશેષ પ્રમાણમાં હોય છે .
બુધ્ધિ માપન –
બુધ્ધિ માપન માટેની કસોટીઓ બની છે .તેના મુખ્યત્વે બે પ્રકારો છે –
- શાબ્દિક અને આશાબ્દિક -જેનો બોલીને કે લખીને જવાબ આપવાનો હોય એવી લિખિત સમસ્યાઓ કે પ્રશ્નોવાળી બુધ્ધિ કસોટી એટ્લે શાબ્દિક બુધ્ધિ કસોટી
આશાબ્દિક ક્રુતિ કસોટીઓ – વસ્તુઓ,ચિત્રો,ભુલભુલામણિ વગેરે દ્વારા સમસ્યા રજૂ કરતી અને જેમાં લખીવાંચીને નહીં ,પણ કારી કરીને અથવા પેન્સિલથી લીટી કરીને જવાબ આપવાનો હોય ,તેને આશાબ્દિક કસોટી કહે છે .
- વ્યક્તિગત કસોટીઓ અને સામૂહિક કસોટીઓ -એક સાથે એક બાળક કે પ્રૌઢને જ આપી શકાય તેવી બુધ્ધિ કસોટીઓ એટ્લે વ્યક્તિગત બુધ્ધિ કસોટીઓ .તેનો ઉપયોગ તાલીમ પામેલ મનોવૈજ્ઞાનિક જ કરી શકે.
સામૂહિક બુધ્ધિ કસોટી- એક સાથે અનેક બાળકો કે પ્રૌઢોને આપી શકાતી કસોટી એટ્લે સમૂહ બુધ્ધિ કસોટી .
બુધ્ધિ આંક -ટર્મન અને મેરિલે બુધ્ધિ અંકનું સાત સ્તરનું વર્ગીકરણ આપ્યું છે
- 140 થી ઉપર આંક -પ્રતિભાશાળી અથવા અતિ ઉચ્ચ
- 120 થી 139 આંક – ઉચ્ચ
- 110 થી 119 આંક – ઉચ્ચ સરાસરી
- 90 થી 109 – સામાન્ય
- 80 થી 89 – નિમ્ન સરાસરી
- 70 થી 79 -ઠોઠ અથવા માનસિક ખામીની સીમારૂપ
- 70 થી નીચે – નિર્બળ અથવા માનસિક ખામી
- 50 થી 59 – અલ્પ માટી
- 25 થી 49 – મૂઢ
- 0 થી 24 – જડ
- ઉચ્ચકક્ષાની બુધ્ધિ -આવા પ્રતિભાશાળી વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિઓ કરતાં અનેક દ્રષ્ટિએ શારીરિક,માનસિક,સામાજિક અને નૈતિક દ્રષ્ટિએ જુદી પડે છે . આવી વ્યક્તિઓ શારીરિક, માનસિક આવેગ જન્ય રીતે સામાની વ્યક્તિઓની તુલનાએ અધિક સુવિક્સિત હોય છે . કદ ,આકાર,ઊંચાઈ અને વજનની બાબતમાં આવા બાળકો અન્ય સામાન્ય બાળકો પર સરસાઈ બોગવે છે . તેમનું ચારિત્ર્ય અને વ્યક્તિત્વ અસરકારક હોય છે .
- સામાન્ય બુધ્ધિ – શાળાના મોટા ભાગના વિદ્યાર્થીઓએ સામાન્યા બુધ્ધિ ધરાવતા હૉય છે .90 કરતાં ઓછો આંક હોય તેઓ ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચી શકતા નથી 80 કરતાં ઓછો આંક હોય તેઓ ધોરણ -7 થી જ આગળ જય શકતા નથી અમૂર્ત બુધ્ધિની જરૂર પડે અથવા ઉચ્ચ પ્રકારની યાંત્રિક તાલીમની જરૂર હોય તેવા વ્યવસાયો તેમણે માટે નથી . પરંતુ સામન્ય બુધ્ધિવાળા ઘણીવાર ઉચ્ચ બુધ્ધિવાળા કરતાં પણ ધંધામાં સફળ થાય છે સામાન્ય બુધ્ધિનીપૂર્તિ ખંત,મહેનત,સારા પ્રશિક્ષણથી અને ઉચ્ચ વ્યક્તિત્વ લક્ષણો વડે કરી શકાય છે.
- દુર્બળ/મંદબુધ્ધિ- મંદબુધ્ધિની સામાજિક,આર્થિક અને મનોવૈજ્ઞાનિક વ્યાખ્યાઓ જુદી જુદી છે . સમાજમાં ધોરણસરનું સામાજિક જીવન ના જીવી શકે અને આજીવિકા ના રળી શકે તે સામાજિક રીતે તે સામાજિક રીતે દુર્બળ બુધ્ધિ કહેવાય મનોવિજ્ઞાનમા 70 થી ઓછી બુધ્ધિ એટ્લે દુર્બળ બુધ્ધિ .આવી વ્યક્તિઓ ભણી ના શકે ,બહુ બહુ તો સાદા રોજિંદા શ્રમકાર્યો કરીને રક્ષણાત્મક વાતાવરણમાં જીવી જાય. જડમતી ,મૂઢમતિ, અને અલ્પમતી એમ ત્રણ પ્રકારો આ કક્ષાના છે .જડબુધ્ધિના સમગ્ર રીતે પરાધીન જીવન જીવતા હોય છે ,મૂઢ બુધ્ધિના નું વર્તન સામાન્ય રીતે 6-8 વર્ષના જેવુ હોય છે તેઓ દેખરેખ નીચે સાદા કાર્યો કરી શકે છે .અલ્પમતિવાળા લોકોમાં 50-70 અંશ જેટલી બુધ્ધિ હોય છે આવા લોકો બારેક વર્ષના જેટલી બુધ્ધિ ધરાવે છે તેઓ થોડું ઘણું વાંચન,લેખન, ગણન કરી શકે છે