વ્યવસાયિક સમાજ કાર્યને પ્રેરણા આપતી પશ્ચિમની મધ્યયુગીન વિચારસરણીઓ ઈ.સ. 400 થી 1600 સુધી

જુડો ક્રિશ્ચિયન વિચારસરણી:

જુડોઇસમ ઇ.સ. પૂર્વે 1700 પહેલા શરૂ થયો હતો, એટલે કે ગ્રીક ફિલોસોફર આવ્યા તે  પહેલા. ક્રિશ્ચિયાનીટી એ જુડોઇઝમની સામાજિક ચળવળ હતી. ઈસુ ખ્રિસ્ત જુડોઈઝમમાં સુધારો કરવા માગતા હતા. તેઓ જુડોને સ્થાને ક્રિશ્ચિયાનીટીને મૂકવા નહોતા માગતા.તેમણે ક્રિશ્ચિયાનીટીના પોતે જનક છે તેવું ક્યાંય કહ્યું નથી. ક્રિશ્ચિયાનીટી અલગ ધર્મ તરીકે ત્યારે બન્યો જ્યારે  જુઈશ લોકોએ તેમને તરછોડ્યા. જ્યારે રોમનોએ ઇઝરાયેલ કબજે કર્યું  ત્યારે તેઓએ ક્રિશ્ચિયાનીટીને જાહેર કરી. પોલ કે જેઓ રોમન નાગરિક હતા તેઓ ક્રિશ્ચિયાનીટીનો ફેલાવો કરવામાં અગ્રેસર હતા. તેમણે સત્તાવાર રીતે તેને રોમના ધર્મ તરીકે સ્વીકાર્યો. ઈ.સ.400 ની આસપાસ પશ્ચિમ રોમની પડતી થતા યુરોપ અનેક નાની-નાની સત્તાઓમાં વહેંચાયો. પશ્ચિમ યુરોપમાં ક્રિશ્ચિયાનીટીનો ફેલાવો થયો. પોપ ધાર્મિક અને રાજકીય બંને સત્તા ભોગવતા હતા. આ પરિવર્તન એ  મધ્યયુગીન શરૂઆતનું બિંદુ હતું. આ સમયથી 1600 મી સદી સુધી પાશ્ચાત્ય વિચારધારા ક્રિશ્ચિયન ધર્મના ભાગ તરીકે જ વિકસી.

મધ્યયુગમાં સામંતવાદા(Feudalism)નો મહત્વના લક્ષણ તરીકે વિકાસ થયો. જે રાજાઓ નબળા હતા અને જેમણે શાસન પર નિયંત્રણ ગુમાવ્યું હતું તેમણે પોતાના રાજ્યની રક્ષા માટે વિશ્વાસુ લશ્કર તૈયાર કર્યું. આ લશ્કરે રાજાઓ પાસે રક્ષણના બદલામાં જમીન મેળવી. આ રક્ષણ કરનારા રાજાઓ કરતા વધુ શક્તિશાળી બન્યા. કારણ કે ખેડૂતોને પણ તેમની રક્ષણ માટેની જરૂર હતી. ખેડૂતોએ સ્વૈચ્છિક રીતે પોતાની જમીનો અને મજૂરોને તે રક્ષણ કરનારાને આપી દીધી, જેથી પોતાની જમીન સલામત રહે. ધીમે ધીમે તે સામંત અથવા જાગીરદારોએ તેમની જમીનો પચાવી પાડી.

ઘણા સામંત જાગીરદારએ આ જમીનો ચર્ચને આપી દીધી. આમ રોમન કેથોલિક ચર્ચા આ સમયમાં મોટા જમીનધારકો બની ગયા. પહેલા સામંતો/ જાગીદારો ચર્ચને નિયંત્રણમાં રાખતા હતા. હવે ચર્ચ એમની સત્તાથી તેમના ઉપર વર્ચસ્વ ધરાવવા લાગ્યું. રોમન કેથોલીક ચર્ચમાં પોપ પાસે બધી સત્તા હતી. કેથોલિક એમ માનતા કે ભગવાને ચર્ચની સ્થાપના કરી છે, જે પાદરી દ્વારા સંચાલિત થાય છે.

જુડોઈઝમમાં ગરીબોને પુનઃસ્થાપિત કરવા માટે દાન આપવામાં આવતું. તેમને રોજી આપવામાં આવતું.તેમણે રોજી આપવામાં આવતી. જૂઈઝ ગરીબો માટે ટેક્સ ચૂકવતા, ક્રિશ્ચિયાનિટીમાં એમ કહેવામાં આવ્યું કે ભગવાનનું કાર્ય કરવું હોય તો તમારી આવકનો દસમો ભાગ આપો. ચર્ચ આ રકમનો ઉપયોગ હોસ્પિટલ, સ્કૂલ, પ્રવાસીઓ અને બીજી સેવાઓ માટે વાપરતા.

પાશ્ચાત્ય સંસ્કૃતિના વિકાસમાં, જુડો ક્રિશ્ચિયન ધર્મ પ્રભાવક પરિબળ તરીકે રહ્યું. રોમન કેથલિક ચર્ચની પાશ્ચાત સંસ્કૃતિ ઉપર મોટી અસર ઊભી થઈ. પોપની સત્તાને સામાજિક અને રાજકીય બાબતોમાં પવિત્ર અને આખરી માનવામાં આવતી ચર્ચની આ પ્રકારની દખલગીરીથી યુરોપિયન શાસકો અને પોપ વચ્ચે સંઘર્ષ થયા.

 ધર્મનિરપેક્ષ/ બિનસાંપ્રદાયિક માનવવાદ (Secular Humanism)

12મી અને 13મી સદી દરમિયાન, વેપાર ધંધાનો વિકાસ થયો અને જૂની વસ્તુ વિનિમય અર્થતંત્ર હવે નાણા અર્થતંત્ર બન્યું. આ નવો વેપારી વર્ગ ઊભો થયો, જેણે રાજાઓ અને સામંતવાદી અમીરોને બાજુ પર રાખી દીધા. જેનાથી તેમની પડતી શરૂ થઈ આ નવા વર્ગને મેનેજર અને ક્લાર્કોની જરૂર પડી. આ લોકો મધ્યમ વર્ગના નામે ઓળખાયા આ મધ્યમ વર્ગ શિક્ષિત હતો જે  નવજાગરણકાળના પાયાના સ્ત્રોત બન્યા.

નવ જાગરણકાળની સાંસ્કૃતિક ચળવળ મધ્યયુગ અને આધુનિક વિચારધારાનો પરિવર્તન કાળ હતો, નવજાગરણ ચળવળની શરૂઆત તે 1300મી સદીની શરૂઆતમાં ઇટાલીમાં થઈ હતી. 1400 મી સદીના અંતભાગમાં પશ્ચિમ યુરોપના બાકીના ભાગોમાં તેનો વિસ્તાર થયો અને 1600   સુધીમાં તેનો અંત થયો. આ સમયગાળામાં વિજ્ઞાન અને માનવતાવાદ ઉપરનો ઝોક વધ્યો. જેનાથી ફિલોસોફીક તપાસના હેતુ અને ટેકનિકમાં પરિવર્તન થયું. મધ્યયુગની વિચારસરણીમાંથી મુક્ત થયા. બિનસાંપ્રદાયિક માનવતા વાદે નવ જાગરણકાળને બૌધ્ધિકતા બક્ષી હતી.

મધ્યયુગના પાછળના ભાગના વિદ્વાનો અને  કલાકારોએ પ્રાચીન ગ્રીસ અને રોમના વિદ્વાનો અને કલાકારોના માનવતાવાદી કાર્યોને શોધી કાઢ્યા હતા અને તેઓ ક્રિશ્ચન ધર્મને બદલે વધુ નિસ્બત અને સમજણ ઊભી કરનાર લોકો બન્યા. માનવતાવાદે માણસ જાતનું  ગૌરવ અને તેના મધ્યવર્તી દરજ્જાનું ફરી મહત્વ સ્થાપી કર્યું.

 બિનસાંપ્રદાયિક માનવતાવાદે ધર્મમાંથી માનવતાને મુક્ત કરી. તેણે ચર્ચની સર્વોપરીતાને પડકારી અને સામાજિક જીવન અને નાગરિક સમાજના મહત્વ પર ભાર મૂક્યો. આધુનિક રાજ્યની સંગઠિત સંસ્થા તરીકે ધર્મને સ્થાન આપ્યું. સમગ્રલક્ષી માનવતાવાદે માણસની પ્રકૃતિ અને નૈતિક બાબતને રાજકીય અને સામાજિક આદેશ આપનાર તરીકે માન્યતા આપી. પરંપરાવાદી અને ધાર્મિક રીતે ચુસ્ત લોકોએ પેદા કરેલ ડરની ગ્રંથી દૂર થઈ. સત્ય એક જ છે તેવો દાવો કરનાર વિજ્ઞાનીઓ પરનો ભાર ઘટ્યો. દરેક વ્યક્તિએ પોતાની નૈતિક ફરજો સમજીને કાર્ય કરવા જોઈએ તે પ્રસ્થાપિત થયું. આધુનિક યુગમાં નાગરિક સમાજ માટે પાશ્ચાત્ય પરંપરાગત માનવતાવાદ નૈતિક આધાર બન્યો હતો. માનવતાવાદે રાજકારણમાં બિનસાંપ્રદાયિકતાને પ્રયોજી, જેનાથી ધર્મ રાજકારણથી અલગ થયું. IKEDA 1998 માં જણાવે છે કે માનવતા ધર્મથી મુક્ત થઈ.

 પ્રોટેસ્ટનિઝમ(Protestantism) :

 નવજાગરણના પ્રભાવથી ચર્ચની સત્તા અને વૈજ્ઞાનીક વલણને પડકારવામાં આવ્યો. 16 મી સદીમાં કેથોલિક ચર્ચમાં થયેલ ભ્રષ્ટાચારે ધાર્મિક આંદોલન પેદા કર્યું જેને ધર્મની સુધારણા તરીકે જોવાયું તેમાંથી કેટલાક પ્રોટેસ્ટન્ટ જૂથો આગળ આવ્યા જેમણે નવા ચર્ચ સ્થાપ્યા.

 સુધારકો/પ્રોટેસ્ટન્ટોએ રોમન કેથોલિક ચર્ચની સત્તાને નકારી અને બાઇબલ તરફ વળ્યા. બાઇબલ નું અંગ્રેજીમાં અનુવાદ થયો. તેમણે રોમન કેથોલિકે સારા કાર્યો પર ભાર મૂક્યો હતો તેને નકાર્યા, અને વિશ્વાસ/શ્રદ્ધાના મહત્વ પર વધુ ભાર મૂક્યો. તેઓ માનતા હતા કે લોકો પોતાની જાતનો બચાવ કરવા અક્ષમ છે. કારણ કે તેમણે પાપ કર્યા છે તેમાંથી તેમને મુક્તિ ત્યારે જ મળે છે જ્યારે તેમને ઈશ્વરની કૃપામાં આસ્થા છે,જે તેમને ક્રાઈસ્ટ દ્વારા મળે છે.

માર્ટિન  લ્યુથર  જેઓ એક સુધારક હતા તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સારા કાર્ય પ્રભુની સેવા છે. જો લોકો પોતાની શક્તિ મુજબ સારા કાર્યો કરતા નથી તો તેઓ પાપી છે. પ્રોસ્ટેટનીઝમે  એ  વિભાવના આપી કે માણસનું કાર્ય અને પરિણામ દુન્યવી છે તે દુનિયાથી પર નથી. માણસ જાતે પોતાને મળેલ સંપત્તિના પોતે ટ્રસ્ટી છે તેમ સમજવાનું છે.  જે સંપત્તિ ઈશ્વરની કૃપાથી મળેલ છે .સંપત્તિના તેઓ ધારક છે ,તેના પ્રત્યે તેમની જવાબદારી છે .આમ પ્રોટેસ્ટનીઝમ વ્યક્તિવાદ ,સ્વતંત્રતા અને નફાની પ્રેરણા કે જે મૂલ્યો અને વ્યક્તિત્વના ગુણ  લક્ષણના વિકાસમાં ફાળો આપે છે ,જેને પાશ્ચાત્ય દુનિયામાં મુડીવાદની લાક્ષણિકતાઓને જન્મ આપ્યો તેને કાનૂની માન્યતા આપી.