જ્યારે સમાજકાર્ય સંશોધનનું શિક્ષણ ચોક્કસપણે સામાજિક સંશોધનને મોડેલ તરીકે સ્વીકારે છે અને સમાજકાર્ય વ્યવસાય કોર્સના વિદ્યાર્થીઓ સંશોધનની તાલીમ મેળવે છે ત્યારે એમ કહી શકાય કે સંશોધનને અંતે સંશોધન વિષયના હેતુઓ નાં સંદર્ભમાંજે પરિણામો મળે છે, તેને રજૂ કરવામાં આવે છે. વ્યવસાયિક સમાજકાર્યના સંશોધનનો હેતુ જે સ્થિતિ/સમસ્યા અંગે સંશોધન કરવામાં આવે છે તેને વધુ સારી બનાવવાનો હોય છે. પરંતુ સમાજકાર્યના વિદ્યાર્થીઓ સંશોધન અને પ્રેક્ટિસ વચ્ચે સીધા જોડાણને જોવામાં નિષ્ફળ જાય છે.બીજું કે આવી તાલીમને પરિણામે મોટાભાગના સમાજકાર્યકરો વિચારે છે કે તેમણે સંશોધનમાં કશું કરવાનું નથી.આવી તાલીમ સમાજ કાર્યકરોને નબળા સંશોધકો અને પ્રેક્ટિસની સ્થિતિમાં સંશોધનનો ઉપયોગ કરવામાં નબળા બનાવે છે. એને કારણે એ સમજી શકાય છે કે વ્યવસાયિક સમાજ કાર્યકરો સામાન્ય રીતે પોતાના કામનાં દસ્તાવેજ તૈયાર કરતા નથી અને તેનું વિશ્લેષણ કરતા નથી. તેને પરિણામે સમાજકાર્ય પ્રેક્ટિસનર્સનું મોટાભાગનું પ્રદાન સિદ્ધાંતો રચવામાં ઉપયોગી બનતું નથી.
Powers,Meenaghan અને Toomy(1985) જણાવે છે કે વ્યાવસાયિક સમાજકાયકરે પ્રેક્ટીસ દરમ્યાન માહિતી મેળવવાની હોય છે અને તેને આધારે નિર્ણય લેવાના હોય છે.આવા નિર્ણયો અને તે પછીના વર્તનને વ્યવસાયિક સમાજકાર્યકર તેને વ્યાજબી ઠેરવી શકે છે, જ્યારે સમાજકાર્ય શિક્ષણ અને પ્રેક્ટીસ વચ્ચે સંકલન હોય છે. તેઓ ભાર મૂકે છે કે કોઈપણ વ્યવસાયનું અસરકારક જ્ઞાન મેળવવામાં આપણો ટેસ્ટ એ પદવી છે, જેમાં જ્ઞાનનો મુખ્ય ભાગ પરંપરાસિદ્ધ છે. સમાજકાર્ય શિક્ષણમાં પ્રેક્ટિસ અને સંશોધન વચ્ચે સંકલન હોવું જોઈએ.સમાજકાર્યની પદ્ધતિઓ જે ભણાવવામાં આવે છે તે સંશોધન આધારિત અને સંશોધન પ્રેક્ટિસ આધારિત હોવી જોઈએ.
પરંપરાગત રીતે સમાજકાર્ય સંશોધનમાં આદર્શ તરીકે લોજીકલ પોઝિટિવિઝ, ઈમ્પીરીઝમ અને પોપરનું હાયપોથેટીકો ડીડકટીવ મોડેલ છે. ગુણાત્મક અભિગમ સમાજકાર્ય માટે વધુ પ્રસ્તુત છે. જોકે બંને સમગ્રલક્ષી અને સહભાગી ફિલોસોફી ધરાવે છે. આ અભિગમ સામાજિક સિદ્ધાંતો પ્રેક્ટિસ અને સંશોધનનો સમન્વય કરવામાં વધુ ઉપયોગી છે. ગુણાત્મક સંશોધનનો નમૂનો સમગ્રલક્ષી વિશ્લેષણ અને અભ્યાસના લક્ષ્યાંકો સાથેના નિકટના સંપર્કોમાંથી નીપજતા વિગતે વર્ણન પર આધાર રાખે છે.પ્રેક્ટિસ આધારિત સંશોધક બનવા માટે પ્રેક્ટિસના માનવ જાતના જીવાતા જીવનમાં તેમના વર્તનનો અર્થ તેમની સામેલગીરીથી મેળવી છે .સમગ્રલક્ષી અને સહભાગી અભિગમ પ્રેક્ટિસ આધારિત સંશોધનની બધી પદ્ધતિઓમાં લાગુ કરવાની જરૂર છે માત્ર સહભાગી સંશોધનમાં જ નહીં.
લોક કેન્દ્રિત વિકાસની કોન્ફરન્સમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે સામાજિક સંદર્ભ અને સંશોધકની અંદર સંશોધન સ્થાન મેળવે છે. સમાજકાર્યકર પોતે પણ સામાજિક સંદર્ભનો એક ભાગ હોય છે. આ સમજવું જરૂરી છે, કે સંશોધન કોઈની વિચારસરણી, દ્રષ્ટિકોણ અને મૂલ્યો દ્વારા આકાર પામેલ હોય છે .આ સંદર્ભમાં સમાજકાર્ય સંશોધનની વિભાવના અંગે ફરીથી વિચાર થવો જરૂરી છે.
સમાજકાર્ય સંશોધનના ઉદ્દેશો
1. સંશોધન એ પ્રેક્ટિસનો અંતર્ગત ભાગ છે તેવા વલણનો વિકાસ કરવો.
2. આધુનિક અને અનુઆધુનિક ફિલોસોફીનું જ્ઞાન મેળવવું,અન્વેક્ષણાત્મક અને સમર્થક
( confirmatory) ડિઝાઇન અને ગુણાત્મક અને સંખ્યાત્મક પદ્ધતિશાસ્ત્રોનો સમાજકાર્ય સંશોધનમાં ઉપયોગ કરવો.
3. ક્ષેત્રકાર્યના પરિવેશમાં સંશોધન માટેની સમસ્યાઓને ઓળખતા શીખે અને સમસ્યાના અભ્યાસ માટે યોગ્ય પદ્ધતિશાસ્ત્રને પસંદ કરે.
4. પ્રેક્ટિસ આધારિત સંશોધનના પ્રકારને ઓળખે.
5. બહુવિધ પદ્ધતિઓ અને સહભાગી અભિગમ વડે સમાજકાર્ય સંશોધન કરવા માટેની કુશળતાઓનો વિકાસ કરે.
6.નીતિ ઘડતર, દરમિયાનગીરી અને આગળના સંશોધન માટે સંશોધન નિષ્કર્ષોના તાત્પર્યને બહાર લાવવું.
સમાજકાર્ય સંશોધનની પદ્ધતિઓ
મૂલ્યાંકન સંશોધન એક પદ્ધતિ/સિંગલ સિસ્ટમ ડિઝાઇન અને વિકાસલક્ષી સંશોધન બંને અલગ અલગ સંશોધન અભિગમો છે .જે પ્રેક્ટિસ આધારિત છે. 1970 માં સમાજકાર્ય સંસ્થાઓ અને તેના કાર્યક્રમોની પ્રતિબધ્ધતાની ચોકસાઈ કરવાના સાધન તરીકે મૂલ્યાંકન સંશોધનનું સમાજકાર્યમાં મહત્વ વધ્યું છે. બીજી બાજુ એક પદ્ધતિ ડિઝાઇન અને વિકાસલક્ષી સંશોધન બંને મૂલ્યાંકનના તત્વો ધરાવે છે. તે સમાજ કાર્ય સંશોધનમાં નવો વિકાસ છે. સિંગલ સિસ્ટમ ડિઝાઇન નિર્માણાત્મક પ્રકારના પ્રેક્ટિસના મૂલ્યાંકનને સરળ બનાવે છે. તે વ્યક્તિ, કુટુંબ,જૂથ, સંગઠન, સંસ્થા ,સમુદાય કે બીજા બધાનું બનેલું હોય છે. સિંગલ સિસ્ટમ ડિઝાઇનનું મુખ્ય હાર્દ લક્ષિત સમસ્યા અંગે પુનઃ માહિતી મેળવવાનું છે. થોમસે 1978માં વિકાસાત્મક સંશોધનનો નમુનો વિકસાવ્યો છે કે જે સંશોધન અને વિકાસ તથા સંશોધનના ઉપયોગ અંગેના નમૂનાનું જોડાણ કરે છે.વિશ્લેષણ, વિકાસ અને મૂલ્યાંકન સંશોધન ઉપયોગના તબક્કાઓ છે.
પ્રેક્ટિસ આધારિત સંશોધનનું વિભાવનાકરણ તેના કાર્યો મુજબ થાય છે. જે પ્રેક્ટિસના તબક્કાને આધારે હોય છે, જે નીચે મુજબ છે
સંશોધન જે પ્રેક્ટિસના તબક્કામાં હોય છે-
સંશોધન જે પ્રેક્ટિસના આયોજનના તબક્કામાં છે, તેમાં ઉદ્દેશોની યથાર્થતા, ચોક્કસતા અને પ્રેક્ટિસ માટે અમલીકરણના આયોજનનું હોઈ શકે છે.જ્યારે પ્રેક્ટિસના આયોજનનો અભ્યાસ કરીએ છીએ તેમાં ચોકસાઈ જરૂરી છે, કે તે લાયકાતવાળા લાભાર્થીઓની ખરેખર અને અનુભવાયેલ જરૂરિયાતો આધારિત છે કે કેમ? આવો બેઝલાઈન ડેટા જરૂરિયાતના વિશ્લેષણ દ્વારા મેળવી શકાય. જરૂરિયાતની સ્થિતિમાં દરમિયાનગીરી કરવા માટે પહેલા સૈદ્ધાંતિક રીતે નિશ્ચિત થવું જોઈએ કે તેમાં અપેક્ષિત પ્રભાવ શું હશે? વિકાસાત્મક દરમિયાનગીરીમાં વય પ્રમાણેના જૂથમાં દરેક વ્યક્તિની પોતાની જરૂરિયાતો હોઈ શકે છે. જ્યાં જરૂરિયાત પ્રમાણે ચોક્કસ પ્રભાવ નિર્ધારિત કરી શકાય. ઉપચારાત્મક દરમ્યાનગીરીમાં કાર્ટર 1960 ના મંતવ્ય મુજબ જરૂરિયાત સેવાર્થી દ્વારા અભિવ્યક્ત થઈ હોય કે ના પણ થઈ હોય અને જ્યાં સેવાર્થી દ્વારા જરૂરિયાત વ્યક્ત થઇ છે ત્યાં તેઓ સેવાનો ઉપયોગ કરે પણ અને ના પણ કરે.
કાર્યક્રમની શરૂઆતના તબક્કામાં,તેવા જ કાર્યક્રમનો સર્વે કરવો જે તે શહેરમાં જ થયો હોય. આ સેવાઓના ગેપ્સ નવી સેવાઓના વિસ્તરણ માટેની જરૂરિયાતોને સૂચવે છે. જો તેવો જ કાર્યક્રમ ઉપલબ્ધ હોય તો જરૂરિયાત અંગેના સર્વેના તપાસી શકાય કે યોગ્ય લાભાર્થીઓ તે સેવાઓનો ઉપયોગ કરે છે કે નહીં? જો તેઓ ના કરતા હોય તો તેના કારણોની તપાસ કરી શકાય
જરૂરિયાતના વિશ્લેષણનો મુખ્યત્વે ત્રણ રીતે ઉપયોગ થઈ શકે-
1.કાર્યક્રમ આયોજનમાં દરમિયાનગીરીની જરૂરિયાત શું છે તે મુજબ
2. જ્યારે દરમિયાનગીરીનું આયોજન કરીએ છીએ ત્યારે જે લોકો દરમિયાનગીરીની જરૂરિયાત ધરાવે છે તેમની લાક્ષણિકતાઓ શું છે તે ઉપયોગી થઈ શકે.
3.તેવા જ કાર્યક્રમમાં લોકો જે મુશ્કેલીઓ બતાવે છે, તે પ્રેક્ટિસમાં સેવા પહોંચાડવાના આયોજનમાં ઉપયોગી બને છે.
પ્રેક્ટિસમાં આયોજનના તબક્કામાં સ્ત્રોત અંગેનો સર્વે પણ થવું જરૂરી છે. આ સ્ત્રોત નિર્ધારિત વિસ્તારમાં હોય છે તેથી લાભાર્થીઓને રેફરન્સ સેવાઓ પૂરી પાડવા તેની માહિતી જરૂરી હોય છે. આવા સર્વે ઉપલબ્ધ સેવાઓના પ્રકારો અને માત્રાને વ્યક્ત કરે છે. આવી સેવાઓ પૂરી પાડવા સેવાર્થીઓની પસંદગીના માપદંડ પણ મહત્વની બાબત છે.
પ્રેક્ટિસના અમલીકરણના તબક્કામાં સંશોધન-
Morris and Fitz-Gibbon (1978) કાર્યક્રમ અમલીકરણનો નિર્માણાત્મક મૂલ્યાંકન એ કાર્યક્રમ નિયમન અને આકલન મૂલ્યાંકન કાર્યક્રમના દસ્તાવેજીકરણ તરીકે જાણીતું છે .મોનિટરિંગનો અર્થ ઘણી વખત કાર્યક્રમના આયોજન, વિકાસ અને સંસ્કારીતાની ભૂમિકા તરીકે જોવાય છે. તે સ્ટાફ અને કાર્યક્રમ આયોજકોને આવતા અવરોધો, કાર્યક્રમમાં શું પરિવર્તન કરવું તથા તેમાં શું નવું ઉમેરવું તેની જાણકારી મેળવવામાં મદદરૂપ થાય છે . Morris and Fitz-Gibbon કાર્યક્રમ દસ્તાવેજીકરણનું મહત્વ એ રીતે જુએ છે કે જવાબદારીપણું, કાર્યક્રમોનું વર્ણન કરવામાં અને કાર્યક્રમોને અસરોના શક્ય કારણોની યાદી આપવામાં ઉપયોગી હોય છે
અમલીકરણના તબક્કામાં મોનિટરિંગ અને ડોક્યુમેન્ટેશન 1, આયોજન પ્રમાણે દરમિયાનગીરી 2, લોકો દ્વારા તેનો ઉપયોગ 3, લાભાર્થીનો સંતોષ 4, સમસ્યાનું વિશ્લેષણ કરવામાં 5, પરિવર્તનની પ્રક્રિયા અને દરમિયાનગીરીમાં વચગાળાનો પ્રભાવ જાણવામાં 6, પ્રસ્તુત થીયરીની સમીક્ષા કરવી. વિવિધ પ્રકારના સંસ્થાકીય અભ્યાસો અને સર્વિસ ડિલિવરી સિસ્ટમના અભ્યાસો દરમિયાનગીરીના સંદર્ભમાં ચકાસવા જોઈએ. સેવાની ઉપયોગીતાના અભ્યાસ દ્વારા ચોક્કસપણે લક્ષિત જૂથ સુધી સેવાઓ પહોંચી છે કે નહીં તે જાણવું. આવા અભ્યાસો દ્વારા સેવાઓના ઉપયોગમાં લોકો જે મુશ્કેલીઓ અનુભવે છે તેને જાણી શકાય .જેમ કે જાગૃતિ નો અભાવ, સાંસ્કૃતિક કે વ્યક્તિગત અવરોધો લાંબુ અંતર,વાહન વ્યવહારની મુશ્કેલી, સેવાઓ અપૂરતી હોવી, લાભાર્થી તરીકે પસંદ થવાના કડક માપદંડ વગેરે.
મત કે વલણ જાણવા અંગેના અભ્યાસ તે દરમિયાનગીરી માટેના છે. તે સેવાઓના ઉપયોગને અને દરમિયાનગીરીના સ્વીકારને ચકાસે છે .આવા અભ્યાસનું લક્ષ્ય સ્ટાફ કે લાભાર્થી હોય છે. સંસ્થાના કેસ રેકોર્ડની નિયતકાલીન સમીક્ષા એ કેટલાક હેતુઓ માટે ઉપયોગી છે. આવી સમીક્ષા એ રીતે થઈ શકે કે લક્ષિત જૂથના લોકો કાર્યક્રમ સુધી પહોંચી શકે છે કે નહીં? બીજું લોકો જે સમસ્યા સાથે આવે છે તેનું વિશ્લેષણ કરવામાં ઉપયોગી છે? ત્રીજું ચોક્કસ સમયગાળામાં લોકોની સમસ્યાઓનું સ્વરૂપ શું છે તે જાણી શકાય છે.