બાળ લગ્ન કોને કહેવાય?
જ્યારે કોઈ બાળકના લગ્ન બાળકી સાથે થાય અથવા કોઈ પુરુષ વયની વ્યક્તિ કોઈ બાળકી સાથે લગ્ન કરે તો તેવા લગ્નને બાળ લગ્ન કહેવાય. એટલે કે જે લગ્નમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ એક વ્યક્તિ અથવા બંને વ્યક્તિ બાળક હોય તેવા લગ્નને બાળ લગ્ન કહેવાય.
બાળક કોને કહેવાય ?
જે છોકરાઓ 21 વર્ષની ઉંમર પૂરી નથી કરી તે અને જે છોકરીએ 18 વર્ષની ઉંમર પૂરી નથી કરી તે બાળક કહેવાય.
આ કાયદા મુજબ અપરાધી કોને કહેવાય?
- બાળકી સાથે લગ્ન કરનાર પુખ્ત વયનો પુરુષ
- બાળકનો હવાલો ધરાવનાર માતા-પિતા કે વાલી
- બાળ લગ્નનું સંચાલન કરનાર અથવા બાલ લગ્ન કરાવનાર અથવા મદદ કરનાર અથવા ની દિશા નિર્દેશ કરનાર.
- બાળ લગ્નને પ્રોત્સાહન આપનાર, બાળ લગ્નને સંમતિ આપનાર, બાળ લગ્નને નહીં રોકનાર, બાળ લગ્નમાં હાજરી આપનાર, બાળલગ્ન વિધિમાં ભાગ લેનાર.
- આ કાયદા હેઠળ બાળ લગ્ન ઉપર મનાઈ ફરમાવતા કોર્ટના હુકમની અવગણના કરનાર.
આ તમામને અપરાધી કહેવાય અપરાધી
અપરાધીને શું સજા થઈ શકે?
- આ કાયદા હેઠળ અપરાધીને બે વર્ષ સુધી સખત કેદની અથવા રૂપિયા 1 લાખ સુધી દંડની અથવા બંને સજા થઈ શકે.
- મહિલા અપરાધીને કેદની સજા ના થઈ શકે.
- આ કાયદા હેઠળ તમામ અપરાધો કોબીસેબલ અને બિનજામિન પાત્ર છે.
બાળ લગ્નનો ભોગ કોણ બને છે?
જે બાળકના લગ્ન પોતાની મરજીથી અથવા મરજી વગર થયા હોય તે બાળક અથવા બાળકી બાળ લગ્નનો ભોગ બને છે.
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી કોણ છે?
- આ કાયદા હેઠળ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
- આ અધિકારીને જાહેર સેવક માનવામાં આવે છે
- અખાત્રીજ જેવા કેટલાક મહત્વના દિવસોમાં જ્યાં સમૂહ લગ્ન યોજાય છે, ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ બાલ લગ્ન પ્રતિબંધક અધિકારીની સત્તા ધરાવે છે.
રાજ્ય સરકાર જાહેરનામું બહાર પાડીને, તેમાં જણાવેલ શરતો અને મર્યાદાઓને આધીન રહીને બાળ લગ્ન પ્રતિબંધ પ્રતિકારીને પોલીસ અધિકારીની સત્તાઓ પ્રદાન કરી શકે છે.
આ કાયદાના અનુસંધાનમાં કરવામાં આવેલા કોઈપણ કૃત્ય બદલ બાલલગ્ન પ્રતિબંધ અધિકારી સામે કોઈ પણ કાનૂની કાર્યવાહી કે ખટલો માંડી શકાશે નહીં.
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની ફરજો શું છે?
- બાલ લગ્ન થતાં અટકાવવા
- આરોપી સામે પુરાવા એકઠા કરવા
- સ્થાનિક વિસ્તારના લોકોને સમજાવવાની તથા સલાહ સૂચનો આપવા
- સમાજમાં જાગૃતિ અને સંવેદના કેળવવી
- રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવેલા અન્ય કામગીરી તેમ જ ફરજો નિભાવવાની રહેશે
ઉપરાંત બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી બાળકોના ભરણપોષણ સંબંધમાં કે તેમનો કબજો મેળવવાની બાબતમાં તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલ ફરિયાદની બાબતમાં અટકાયતમાં જરૂરી કાર્યવાહી હાથ ધરી શકશે.
બાલ લગ્ન પ્રતિબંધ અધિકારીને કોણ મદદરૂપ થઈ શકે તે માટે રાજ્ય સરકાર નીચેની વ્યક્તિની નિમણૂક કરી શકે છે.
- કોઈપણ પ્રતિષ્ઠિત સેવાભાવી વ્યક્તિ અથવા
- ગ્રામ પંચાયતની મ્યુનિસિપાલિટીના અધિકારી અથવા
- સરકારી અધિકારી અથવા
- જાહેર ક્ષેત્ર સાહસના અધિકારી અથવા
- બિનસરકારી સંસ્થાના સભ્યની નિમણૂક કરી શકે છે
શું બાળ લગ્ન રદબાતલ થઈ શકે?
- બાળક પોતે ઈચ્છે તો બાળ લગ્ન રદબાતલ કરાવી શકે છે
બાળ લગ્ન રદબાતલ કરાવવાની પ્રક્રિયા-
- જે વ્યક્તિ પોતાના લગ્ન સમયે સગીર હોય તે વ્યક્તિ (સ્ત્રી /પુરુષ) ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતાના બાળલગ્ન કરાવવા અરજી કરી શકે છે
- અરજી કરતી વખતે જો અરજદાર સગીર હોય તો તેવા શરીરનો હવાલો સંભાળનાર બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સાથે રહીને અરજી કરી શકે છે.
- આવી અરજીપુખ્ત વયના થયા બાદ બે વર્ષની અંદર કોઈપણ સમયે કરી શકે છે.
લગ્ન શરૂઆતથી રદબાતલ ક્યારે કહેવાય?
- જ્યારે કોઈ બાળકને બળજબરીપૂર્વક તેના કાયદેસરના વાલી પાસેથી ઉઠાવી લેવામાં આવેલ હોય અથવા બળજબરી પૂર્વક અન્ય સ્થળે ખસેડવામાં આવેલ હોય.
- જ્યારે બાળકને લગ્નના ઉદેશથી વેચવામાં આવેલ હોય અથવા લગ્ન બાદ તેનો દેહવિક્રય કરવામાં આવ્યો હોય અથવા તેને અનૈતિક હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવેલો હોય.
- મનાઈ હુકમ વિરુદ્ધ લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હોય.
લગ્ન વિચ્છેદ બાદ શું બાળાને ભરણપોષણ મેળવવાનો તેમજ રહેઠાણ મેળવવાનું અધિકાર છે?
- હા જ્યાં સુધી બાળાનું પુન:લગ્ન ના થાય ત્યાં સુધી કોર્ટ તેના પતિને ભરણપોષણ ચૂકવવાનો હુકમ કરી શકે છે. જો પતિ સગીર હોય તો તેના માતા-પિતા કે વાલીએ ભરણપોષણની રકમ ચૂકવવાની રહેશે
- ડિસ્ટ્રિક્ટ કોર્ટ પક્ષકારોને લગ્ન સમયે આપ લે થયેલ પૈસા, મૂલ્યવાન વસ્તુઓ, દાગીના, ઝવેરાત વગેરે પાછા આપવાનો હુકમ કરી શકે છે.
બાળ લગ્ન બાળ જન્મેલ બાળકનો હવાલો કોણ સંભાળશે?
બાળ લગ્નને પરિણામે જન્મેલા બાળક ઔરસ સંતાન ગણાશે.
- બાળકના હિતને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રીક કોર્ટ બાળકનો કબજો સોંપવા યોગ્ય હુકમ કરશે.
- આવા હુકમમાં સામાવાળી વ્યક્તિ બાળક સાથે હળી મળી શકે તેવા હુકમનો પણ સમાવેશ થઈ શકે છે.
- વધુમાં કોર્ટ બાળલગ્ન કરેલ દંપત્તિમાંથી કોઈપણ પક્ષકારને અથવા તેમના માતા પિતા કે વાલીને બાળકના ભરણપોષણ પૂરું પાડવાનું હુકમ કરી શકે છે.
બાળ લગ્ન સંબંધમાં કઈ કોર્ટમાં ફરિયાદ કરી શકાય?
સક્ષમ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી શકે, જેની સ્થાનિક હકુમતમાં-
- પ્રતિવાદી અથવા બાળક નિવાસ કરતા હોય અથવા
- જે વિસ્તારમાં લગ્ન થયું હોય અથવા
- જે સ્થળે પક્ષકારોએ છેલ્લે વસવાટ કર્યો હોય અથવા
- અરજી રજૂ કરેલ તારીખે અરજદાર જે વિસ્તારમાં વસવાટ કરતો હોય
બાળ લગ્નની માઠી અસરો-
- સગીરવયની બાળા ગર્ભવતી બને
- અપરિપક્વ સુવાવડનું પ્રમાણ વધે
- સગીર માતાના મૃત્યુનો દર વધે
- ગર્ભપાત કસુવાવડ તેમ જ મૃત શિશુ
- નવજાત શિશુઓમાં માંદગી અશક્તિ તેમજ મૃત્યુનું પ્રમાણ વધે
- મંદબુદ્ધિ ના બાળકોનું પ્રમાણ વધી શકે
- બાળકની જ ખાસ કરીને બાળકીની સ્વતંત્રતા રુંધાઈ જાય છે
- સ્ત્રીઓ પર ત્રાસ અને અત્યાચારને વેગ મળે
- બાળાઓના અનૈતિક દેહવિક્રય કરાય અને વેશ્યાવૃત્તિ વધે
- શાળાઓમાં અભ્યાસ છોડનાર બાળકોની સંખ્યા વધે
- બાળકોને ખાસ કરીને બાળાઓને રોજગારીની તકો ઘણી ઓછી ઉપલબ્ધ થાય
- ખૂબ જ નાની ઉંમરે કુટુંબનો ભાર અને સામાજિક જવાબદારીઓ ઉઠાવી પડે
- નાની ઉંમરે ગૃહિણી તરીકે સમગ્ર ઘર કામ કરવું પડે
- બાળમજૂરીમાં વધારો કરે છે